• રાજકોટ કલેક્ટરની બેઠકમાં જિલ્લાના રેવન્યુ, પંચાયત તેમજ પોલીસ વિભાગની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ ગ્રામ્યથી લઈ જિલ્લા સ્તર સુધીની રચના કરવામાં આવી
  • જે ગામ્ય કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં લોકોને સમજણ આપી રસી અપાવવાનું માઈક્રોપ્લાનિંગ ઘડાયું
  • રાજકોટ જિલ્લામાં કોઈ નાગરિક વેક્સિનેશન વિનાનો ન રહે અને કોરોના સામે અસુરક્ષિત ના રહે તેવા લક્ષ્ય સાથે આપણે કામ કરવાની નેમ
Gujarat, Rajkot Collector Planned for Vaccination
Gujarat, Rajkot Collector Planned for Vaccination

WatchGujarat. નવનિયુક્ત કલેક્ટર અરુણ મહેશ બાબુએ વેકસીનેશન ઝુંબેશને પ્રાથમિકતા આપી એક્શન મોડમાં આવ્યા છે. શુક્રવારે આ માટે અધિકારીઓ સાથે બેઠક તેમજ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં ચૂંટણી સ્ટાઈલથી બુથ વાઈઝ રસીકરણ માટેનું સંપૂર્ણ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે.  તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને રૂરલ એસ.પી.બલરામ મીણા સાથે મળીને માત્ર 15થી 30 દિવસમાં 70% રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનાં અધિકારીને જવાબદારી સોંપી દીધી છે.

કલેક્ટરની બેઠકમાં જિલ્લાના રેવન્યુ, પંચાયત તેમજ પોલીસ વિભાગની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ ગ્રામ્યથી લઈ જિલ્લા સ્તર સુધીની રચના કરવામાં આવી હતી. અને શનિવારથી જે ગામ્ય કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં લોકોને સમજણ આપી રસી અપાવવાનું માઈક્રોપ્લાનિંગ ઘડાયું છે. જેમાં શહેર જિલ્લામાં વેકસીનેશન સંપૂર્ણ થઇ શકે તે માટે ચુંટણી પેટર્ન મુજબ કામ કરી પોલીંગ બુથ વાઇઝ રસી વંચીત લોકોનું લીસ્ટ તૈયાર કરી તેઓને રસીકરણ થઇ જાય તે માટે આયોજન કરાયું છે.

કલેકટરે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં જે લોકોએ રસી લીધી હતી તેમનો બચાવ થયો છે. અને આ માટે લોકોને સમજણ આપવામાં જિલ્લાની ટીમને જન પ્રતિનિધિઓ ,સામાજિક આગેવાનો, સંતો મહંતોનો પણ સહયોગ મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોઈ નાગરિક વેક્સિનેશન વિનાનો ન રહે અને કોરોના સામે અસુરક્ષિત ના રહે તેવા લક્ષ્ય સાથે આપણે કામ કરવું છે. હાલમાં જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સંતોષકારક રીતે ચાલી રહી છે. પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને લઇને માનવ જીંદગીઓ બચાવી શકાય તેવા ઉમદા હેતુથી આગામી પંદર દિવસથી એક મહિના સુધી મિશન મોડમાં દરેક લાઇન ડિપાર્ટમેન્ટ આરોગ્ય તંત્ર સાથે સંકલન કરશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં વેકસીનેશનની આ કામગીરીનું કલેકટર કચેરી, પંચાયત આરોગ્ય શાખા અને પોલીસ દ્વારા દરરોજ રીવ્યુ થશે. જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ વેકસિનેશનની કામગીરીમાં ઝડપ આવે તે માટે ફિલ્ડમાં જશે. પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ આ કામગીરીમાં સહભાગી થશે. બેઠકમાં અધિક કલેકટર પરિમલ પંડયા, ડીઆરડીએના નિયામક જે.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિલેષ શાહ તેમજ પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud