• રાજકોટ જિલ્લાનાં પડધરી અને વિંછીયામાં સૌથી ઓછો સિઝનનો માત્ર ચાર ઇંચ જ વરસાદ
  • હાલ વરસાદનાં કોઈ એંધાણો ન દેખાતા ધરતીપૂત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા
  • આર. આર. ટીલવાનાં જણાવ્યા મુજબ, રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ પડયો છે.

WatchGujarat. ચાલુ વર્ષે સારી શરૂઆત થયા બાદ મેઘરાજા જાણે વરસવાનું ભૂલી જ ગયા હોય તેમ છેલ્લા ઘણા સમયથી વરસાદ થયો નથી. જેને લઈને વરસાદની રાહે બેઠેલા ખેડુતો ચિંતામાં મુકાયા છે. તેમાં પણ જિલ્લાનાં પડધરી અને વિંછીયામાં સૌથી ઓછો સિઝનનો માત્ર ચાર ઇંચ જ વરસાદ થતાં જગતનાં તાતને માથે ઓઢી રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જિલ્લા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ જણાવ્યું છે કે, આગામી સપ્તાહમાં વરસાદ ન થાય તો 5 લાખ હેક્ટરનાં પાક પર જોખમ મંડરાઈ રહ્યું છે.

ચોમાસાનો (monsoon) ધોરી નસ સમાન અષાઢ મહિનો  પુરો થઈ ગયો છે અને શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે. આમ છતાં હજી વરસાદનાં કોઈ એંધાણ દેખાતા નથી. હાલ વરસાદ ખેંચાયો હોય ધરતીપૂત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ચાલુવર્ષે રાજકોટ જિલ્લામાં કુલ પાંચ લાખ હેકટરમાં વાવેતર થયુ હોય વરસાદ ખેંચાતા ચોમાસુ પાક નિષ્ફળ જવાનું જોખમ વધી રહયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાએ પણ હાલ પરિસ્થિતિ વિકટ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. અને ટૂંક સમયમાં વરસાદ થવો અત્યંત જરૂરી હોવાનું પણ જણાવ્યું છે.

આર. આર. ટીલવાનાં જણાવ્યા મુજબ, રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ પડયો છે. પરંતુ પડધરી અને વિંછીયામાં સિઝનનો કુલ વરસાદ માત્ર 4 ઈંચ જેટલો થયો છે. આ પંથકમાં સારો વાવણી લાયક વરસાદ પણ હજુ પડયો નથી. વિરપુર પંથકમાં પણ ઓછો વરસાદ પડયો હોય ખેડૂતો ચિંતિત બન્યા છે. જો આગામી  સપ્તાહમાં સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની શકયતા છે. વાડી કુવા કે બોરમાં પણ પાણી ચડયા ન હોય સુકાઈ રહેલા પાકને કેવી રીતે પાણી આપવુ તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

જોકે કોટડા, ગોંડલ, લોધિકા અને રાજકોટમાં વરસાદ સારો હોવાથી ત્યાં ખાસ મુશ્કેલી નહીં હોવાનું તેઓએ જણાવ્યું છે. મુખ્યમંત્રી યોજના હેઠળ લાભ મેળવવા માટે જુદા-જુદા બે ક્રાએટરીયા છે. જેમાં એક કોઈપણ વિસ્તારમાં સતત 28 દિવસ સુધી વરસાદ ન થવો. અને બીજું 31 ઓગષ્ટ સુધી 10 ઇંચ કરતા ઓછો વરસાદ થવો. આ પૈકી પ્રથમ ક્રાએટરીયામાં તો જિલ્લાનો કોઈ તાલુકો આવતો નથી. અને બીજા ક્રાએટરીયા માટે 31 ઓગષ્ટ સુધી રાહ જોવી જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું છે.

રાજકોટ જિલ્લામાં ક્યાં પાકને કેટલું નુસાન

મફળી- 275 લાખ હેકટર

કપાસ- 198 લાખ હેક્ટર

સોયાબીન- 10,500 હજાર હેક્ટર

ઘાસચારો- 10, 000 હજાર હેક્ટર

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud