• સુરતના મહિધરપુરા ગલેમંડી સ્થિત આવેલી ગોળ શેરીમાં રહેતા સુંદરલાલ  કેવળરામ રાણા પત્ની સાથે રહે છે
  • 29 જુલાઇના રોજ સુંદરલાલ ઘરે હતા ત્યારે સોનું ચમકાવવાનું કહી અજાણ્યો ઇસમ તેમના ઘરે આવ્યો
  • પ્રથમ સુંદરલાલે એક લોટો આપતા ઇસમે ચમકાવી આપ્યો, ત્યાર બાદ તેણે સોનાની ચેઇન ચમકાવવા માટે લીધી

WatchGujarat. સુરતના મહિધરપુરા ગલેમંડી ખાતે રહેતા વૃદ્ધ દંપતીને સોનું ચમકાવી આપવાની વાત કરી બે ઇસમો નજર ચૂકવી 3 તોલાની 90 હજારની કિમતની ચેઈન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતના મહિધરપુરા ગલેમંડી સ્થિત આવેલી ગોળ શેરીમાં રહેતા સુંદરલાલ  કેવળરામ રાણા પત્ની સાથે રહે છે. અને નિવૃત જીવન ગાળે છે. ગત 29-07-21ના રોજ તેઓ ઘરે હાજર હતા તે સમયે એક ઇસમ તેઓના ઘરે આવ્યો હતો અને સોનું ચમકાવી આપવાની વાત કરી હતી. પ્રથમ સુદરલાલે ના કહ્યું પરંતુ યુવકે વારંવાર કહેતા સુદંરલાલે એક લોટો આપ્યો હતો. યુવકે તે લોટો પાવડર નાખીને ચમકાવી આપ્યો હતો.

બાદમાં યુવકે કહ્યું હતું કે હું સોનું પણ ચમકાવી આપું છું. તેમ કહી તેઓની પત્નીના ગળામાં રહેલી 90 હજારની ત્રણ તોલાની સોનાની ચેઈન લઇ લીધી હતી અને તે ચેઈનને એક વાટકામાં મૂકી પાણી ગરમ કરવા મૂકી હતી અને બાદમાં એક પત્થર તેમાં નાખ્યો હતો અને દંપતીને કહ્યું હતું કે થોડીવાર બાદ આ પત્થર કાઢીને જોજો ચેઈન ચમકી જશે તેમ કહી ઘરની બહાર નીકળી ગયો હતો. થોડીવાર બાદ દંપતીએ તપાસ કરતા તેમાંથી ચેઈન ગાયબ હતી. અને ઘરની બહાર આવીને જોયું તો દાગીના ચમકવાના બહાને આવેલા બે ઈસમો પણ ફરાર થઇ ગયા હતા.

પોલીસ ફરિયાદ નોંધાઈ

આ બનાવ અંગે સુંદરલાલ  કેવળરામ રાણાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ સુરતમાં આવી રીતે ઠગાઈનો ભોગ અનેક લોકો બની ચુક્યા છે ત્યારે આવા ઠગબાજોથી લોકો સાવધાન રહે તે પણ જરૂરી બન્યું છે કારણ કે સુરતમાં આ પ્રકારની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud