WatchGujarat. દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવ ઘટયા હોવા છતાં પેટ્રોલ તેમજ ડીઝલનાં ભાવમાં થતા વધારાને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે વિરોધપક્ષો પ્રજાની વેદનાને વાચા આપવા મેદાનમાં આવ્યા છે. અને આજરોજ શહેરનાં કોટેચા ચોક ખાતેથી આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેનરો સાથે સાઇકલ રેલી યોજવામાં આવી છે. જ્યારે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રસ્તા પર સુઇને દેખાવો કરવામાં આવ્યા હતા. જેને લઈ પોલીસ દ્વારા પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતનાઓની અટકાયત કરવામાં આવી છે.
રાજયમાં સતત બે માસથી પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવોને કારણે મોંઘવારી બેકાબૂ બની છે. સામાન્ય માણસોના ઘરોનું બજેટ ખોરવાયું છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રોષ પ્રગટ કરાયો હતો. આમ આદમી પાર્ટી શહેર એકમની યુવા મોરચા પાંખ દ્વારા પેટ્રોલ-ડિઝલના અસહય ભાવ વધારાના કારણે જીવન નિર્વાહ કરવું ખૂબજ મુશ્કેલ હોય અને ડિઝલનો ભાવ વધારો પણ તમામ ક્ષેત્રે મોંઘવારીમાં વધારો કરતો હોય આ બાબતે શાસકપક્ષનું ધ્યાન દોરવા અને સામાન્ય જનતાને ભાવ વધારા અંગે એકજુથ થઈને રજૂઆત કરવાની પ્રેરણા મળે તેવા પ્રયાસ સાથે સાઇકલ રેલી યોજવામાં આવી હતી.
બીજીતરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. ત્યારે શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદે પેટ્રોલપંપ ઉપર બેસી ગયા બાદ રસ્તા ઉપર સુઈને વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરાયા હતા. જોકે પેટ્રોલપંપમાં ધરણા દરમિયાન પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થયા બાદ પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લેવામાં આવી હતી. બાદમાં તમામને જામીન મુક્ત કરાયા હતા.