રાજકીય પક્ષોની સાથે વાલીઓ પણ મેદાનમાં ઉતર્યા
મોટા મોટા વાયદાઓ કરતા રાજકીય નેતાઓ સામે પોતાના અને બાળકોના હિતમાં શરતો રજૂ કરી
કોઈપણ પક્ષ આ માંગનો સ્વીકાર નહીં કરે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારીઓ દાખવી
WatchGujarat શહેરમાં જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજે વાલીઓની બેઠક મળી હતી. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની સાથે વાલીઓ પણ મેદાનમાં ઉતર્યા છે, અને મોટા મોટા વાયદાઓ કરતા રાજકીય નેતાઓ સામે પોતાના અને બાળકોના હિતમાં શરતો રજૂ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચીમકી આપી છે. જેમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ(RTE) હેઠળ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવાની માંગ વાલીઓએ કરી છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આ માંગ સંતોષે તેને ટેકો આપવાનું જાહેર કર્યું છે. સાથે જ જો કોઈપણ પક્ષ આ માંગનો સ્વીકાર નહીં કરે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારીઓ હોવાનું પણ વાલીઓએ જણાવ્યું છે.
શહેરમાં ફરી એકવાર સ્કૂલ ફી માફીનો મુદ્દો ઉઠ્યો છે. હાલ રાજ્ય સરકાર દ્વારા RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોની ફીમાં 25 ટકાની માફી આપવામાં આવી છે. જ્યારે વાલીઓ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ ફી માફી આપવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ત્યારે આજે યોજાયેલી વાલીઓની બેઠકમાં ફરી એકવાર આ મુદ્દો ઉઠ્યો છે. તેમજ માંગને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે જોડી દેવામાં આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
વાલીઓનું કહેવું છે કે, લોકડાઉન બાદ ધંધા રોજગાર પાટા પર ચડ્યા નથી. જેથી ફી ભરવી ખૂબ મુશ્કેલ છે. ત્યારે સરકારી શાળાઓનાં શિક્ષણનું સ્તર સુધારવાની જરૂર છે. અથવા તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી સરકાર કે કોર્પોરેશન ભરે તેવી વ્યવસ્થા કરવી જરૂરી બની છે.
તેમજ જો સરકાર આ વખતે સંપૂર્ણ ફી માફીની માંગ નહિ સંતોષે તો આગામી ચૂંટણીઓમાં જે પક્ષ ફી માફી કરવા તૈયાર થશે તેમને ટેકો જાહેર કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવા પણ તૈયાર હોવાની ચીમકી પણ આપવામાં આવી છે.