આગામી ચૂંટણીને લઈ ભાજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે.
સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું
સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનો ભંગ થયો હતો
WatchGujarat આગામી ચૂંટણીને લઈ ભાજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આજે કાલાવડ રોડનાં સેફ્રોન પાર્ટી પ્લોટમાં આયોજીત સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું છે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનો ભંગ થયો હતો. અહીં પણ કેટલાક લોકો માસ્ક વિના જ પહોંચતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કુવાડવા રોડ ખાતે ડીમાર્ટ પાસેના વિવાહ પાર્ટી પ્લોટમાં પાટીલની આગેવાનીમાં પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિધાનસભા- 68ના પેજ સમિતિ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. અને પાટીલે આ તમામ કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંગઠાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મોટા મૌવા ખાતે ખાસ સરપંચ સંમેલન યોજાયું હતું. જેમાં જુદા-જુદા ગામોના સરપંચો, જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને કોરોના કાળ છતાં પણ જનમેદની એકઠી કરીને કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ઉલળીયો કરાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યાં હતા.
- આગામી ચૂંટણીને લઈ ભાજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે.
- સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું
- સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનો ભંગ થયો હતો