• સ્મશાન તો મુક્તિધામ છે
  • સ્મશાનમાં જ ગાંઠિયા-ભજીયા જેવી વાનગીઓ બનાવીને મિજબાની માણતા – લાલજીભાઈ
  • લોકડાઉન પહેલા અમારા ગામની મહિલાઓ પણ સ્મશાનમાં આવતી
  • ગામનાં બાળકો પણ અહીં રમતા અને જમતા હોવાથી તેમનામાં સ્મશાનનો કોઈ ડર જોવા મળતો જ નથી

Watchgujarat. સામાન્ય રીતે સ્મશાનને લઈ લોકોના મનમાં અનેક માન્યતાઓ અને ડર જોવા મળતો હોય છે. અને માત્ર કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે જ લોકો અંતિમવિધિ માટે સ્મશાનમાં જાય છે. એટલું જ નહીં ત્યાંથી પરત આવ્યા બાદ તરત જ નહાવું જરૂરી હોવાની માન્યતા પણ ઘણા વર્ષોથી લોકોમાં જોવા મળી રહી છે. પરંતુ રાજકોટની ભાગોળે આવેલા કૃષ્ણનગર ગામનાં લોકો આવી અંધશ્રદ્ધાથી સંપૂર્ણપણે દૂર છે. અહીં ગ્રામજનો જ્યાં ચિતા સળગે છે તે ખાટલા ઉપર બેસીને બાળકો સાથે મિજબાની માણે છે. જેને કારણે હવે બાળકોમાં પણ સ્મશાનનાં નામનો કોઈ છોછ કે ભય રહ્યો નથી.

આ ગામમાં રહેતા લાલજીભાઈ કહે છે કે, સ્મશાન એ તો મુક્તિધામ છે. લોકડાઉન પહેલા અમારા ગામની મહિલાઓ પણ સ્મશાનમાં આવતી હતી. અને ત્યાં જ ધૂન-ભજન સહિત નાના-મોટા પ્રસંગો પણ યોજાતા હતા. સ્મશાનમાં જ ગાંઠિયા-ભજીયા જેવી વાનગીઓ બનાવીને મિજબાની માણતા હતા. જ્યાં ચિતા સળગે તે ખાટલા પર બેસી અમે ભજીયા પણ ખાઈએ છીએ. કોઈ જાતની બીક હોતી નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું પોતે સ્મશાનમાં બેસું છું. દિવસે તો ઠીક રાત્રે પણ અમે ત્યાં બેસવા જઈએ છીએ. અત્યાર સુધી મેં ત્યાં કંઇપણ અજુગતું જોયું નથી. અને હકીકતમાં એવું કંઈ હોતું નથી. માણસને સ્મશાનનાં નામથી લાગતો ડર સાવ પાયાવિહોણો છે. મારી સાથે આવો એટલે તમારો આ ડર-ગેરમાન્યતા દૂર થઈ જશે. જ્યાં ચિતા સળગે છે એ ખાટલે બેસીને હું જમુ છું અને ત્યાં જ કલાકો સુઈ જાવ છું.

એટલું જ નહીં અમે તો બાળકોને પણ અહીં લાવીએ છીએ. અને બાળકો સાથે ખાટલે બેસીને નાસ્તો પણ કરીએ છીએ. જે કોઈને સ્મશાનનો ભય હોય તે મારી સાથે આવે એટલે તેનો ડર હું દૂર કરીશ. ત્યાં બેસીને સૌપ્રથમ હું જમીશ અને પછી જેને ભય લાગતો હોય તેને જમાડીશ જેથી તેનો ડર સંપૂર્ણપણે દૂર થઈ જશે. અમારા ગામનાં બાળકો પણ અહીં રમતા અને જમતા હોવાથી તેમનામાં સ્મશાનનો કોઈ ડર જોવા મળતો જ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud