• દંપત્તિને સોસાયટીમાં હેરાન કરવામાં આવતા હતા
  • આખરે દંપત્તિ સહિત અન્ય પાલિકાની કચેરીએ અંતિમ પગલું ભરવા પહોંચ્યા
  • કોઈ તેમની રજૂઆત સાંભળવા તૈયાર ન હોવાથી આત્મવિલોપનો નિર્ણય લેવા મજબૂર બન્યા હોવાનું પણ તેઓએ કહ્યું હતું

WatchGujarat. મહાનગરપાલિકાની કચેરી ખાતે વોર્ડ નંબર નવમાં રહેતા એક દંપતી સહિત ત્રણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓએ એક સ્થાનિક વ્યક્તિ રાજુભાઇ હેરમાં ખોટી રીતે હેરાન પરેશાન કર્યા કરતા હોવાનો અને બાળકોને પણ બહાર નીકળવા નહીં દેતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાથે આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નહીં હોય તેઓ આત્મવિલોપન કરવા આવ્યા હોવાનું કહ્યું હતું. જો કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં પોલીસ દોડી ગઈ હતી. અને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ત્રણેયની અટકાયત કરવામાં આવી છે.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર આ દંપતિએ જણાવ્યું હતું કે, તેઓ સૂચિત વિસ્તાર અમરનાથ પાર્કમાં રહે છે. જ્યાં રહેતા રાજુભાઇ હેરમાં નામના એક વ્યક્તિ દ્વારા સોસાયટીમાં બધાને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યા છે. તેનું ખુદનું મકાન સૂચિતમાં હોવા છતા આસપાસના રહીશોનાં મકાન ગેરકાયદે હોવાની ખોટી અરજીઓ કોર્પોરેશનમાં કરી લોકોને માનસિક ત્રાસ આપે છે. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.

આ ઉપરાંત તેઓની સૂચિત સોસાયટીમાં તેઓ જ્યારે પોતાના મકાનની છત ભરી રહ્યા છે. ત્યારે પણ વારંવાર રાજુભાઈ હેરમાં દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે. આ અંગે દંપતીએ સ્થાનિક કોર્પોરેટર સહિતનાઓને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં કોઈ તેમની રજૂઆત સાંભળવા તૈયાર ન હોવાથી આત્મવિલોપનો નિર્ણય લેવા મજબૂર બન્યા હોવાનું પણ તેઓએ કહ્યું હતું.  જો કે આ અંગેની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને દંપતિ સહિતનાં ત્રણેય આવું કોઈ પગલું ભરે તે પહેલાં જ ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud