• રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોમાં કોરોનાની રસીને લઇને ગેરમાન્યતા ઉભી થઇ છે.
  • લોકોમાં ઉભી થયેલી ગેરમાન્યતા દુર કરવા કલેકટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનને જવાબદારી સોંપાઇ
  • 50 નિષ્ણાંત લોકોની ટીમ દ્વારા ગામડે ગામડે  ફરી સર્વેની કામગીરી શરુ કરવામાં

WatchGujarat. કોરોના વેકસીનેશનની કામગીરી શહેરોમાં જોરશોરથી ચાલી રહી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અતિશય ધીમું છે. તેનુ સૌથી મોટુ કારણ લોકોમાં પ્રવર્તીત ગેરમાન્યતા છે. અંધશ્રધ્ધાના કારણે લોકો રસી લેવાની ઘસીને ના પાડી રહ્યા છે. લોકો કહે છે કે, રસી લઈશું તો મરી જઈશું ! ત્યારે આવા ગામનો સર્વે કરીને રસી અંગે યોગ્ય માહિતી આપી સમજાવટ દ્વારા વેકસીનેશ વધારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને કલેક્ટરે જવાબદારી સોંપી છે. અને હાલ જુદી-જુદી ટીમો દ્વારા લોકોની સમજાવટ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 18થી 45 વર્ષથી વધુ વયના લોકો માટે બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુ પણ અંધશ્રધ્ધામાં જીવી રહ્યા છે અને આ ગેરમાન્યતા જિલ્લા વહીવટી તંત્ર માટે મોટો પડકાર સાબિત થઈ છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ રસી નહી લેવા બાબતે કહ્યું  હતું કે રસી લઈશુ તો અમે મરી જઈશુ, અમારી રક્ષા અમારી માતાજી કરશે અમે કોઈ પાપ કે ખોટા કામ કર્યા નથી, અમારા ધર્મગુરુએ મનાઈ ફરમાવી છે અને માતાજી અમારી સાથે હોવાથી આ રસીની અમારે એક ટકો પણ જરૂર નથી. જેવા જવાબ આરોગ્ય વિભાગના કર્મચારીઓને મળી રહ્યા છે.

જો કે જિલ્લા વહીવટી તંત્રએ પણ આ પડકાર ઝીલી લોકોની અંધશ્રધ્ધા દુર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આ કામગીરી સોંપી છે. અને 50 નિષ્ણાંત લોકોની ટીમ દ્વારા ગામડે ગામડે  ફરી સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. અંધશ્રધ્ધામાં માનતા ગામડાઓ અને લોકોની યાદી તૈયાર કરી તેમને રસી અંગે યોગ્ય માર્ગ અંગે યોગ્ય માર્ગદર્શન આપી લોકોને રસી લેવા માટે તૈયાર કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ તાલુકાનાં વડાળી ગામે લોકોએ રસી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા હાથ જોડવા છતા પણ રસી લીધી નહોતી. તેમજ રાજકોટ નજીક પારડી ગામે લોકોએ નાળિયેરનું તોરણ કરી અને શેરીના નાકે રાખ્યુ છે. આ ગેરમાન્યતાઓ સમાજ માટે પણ મોટો પડકાર છે. જેને લઈને રાજકોટ જિલ્લાના 650 ગામડાઓમાંથી 98 ગામડાઓમાં માત્ર 20 ટકા જ રસીકરણ થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud