લાંબા સમયથી આ દિવસની રાહ જોતા વકીલો અને ન્યાયની રાહમાં બેઠેલા તેમના અસીલોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો
વેકસીન આવી જતા અને અન્ય મોટા ભાગના કામ પૂર્વવત થતા અત્યાર સુધી ઓનલાઈન ચાલતી કોર્ટોને ફીઝીકલ શરૂ કરવામાં આવી
WatchGujarat કોરોનાનાં કારણે લોકોને ન્યાય આપવાનું કામ કરતી કોર્ટો છેલ્લા 11 મહિનાથી બંધ હતી. જો કે હવે વેકસીન આવી જતા અને અન્ય મોટા ભાગના કામ પૂર્વવત થતા અત્યાર સુધી ઓનલાઈન ચાલતી કોર્ટોને પણ ફીઝીકલ શરૂ કરવામાં આવી છે. જેને લઈને ખાસ લાંબા સમયથી આ દિવસની રાહ જોતા વકીલો અને ન્યાયની રાહમાં બેઠેલા તેમના અસીલોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને વકીલોએ ભગવાનનું પૂજન-અર્ચન કર્યા બાદ પોતાના કામનો પ્રારંભ કર્યો હતો.
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા રાજ્યની તમામ કોર્ટમાં અરજન્ટ કાર્યવાહી સિવાયની કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. જેને લઈને વકીલોની હાલત કફોડી બની હતી. અને વારંવાર કોર્ટ શરૂ કરવા માટે રજુઆત પણ વકીલો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટ ફરીથી ધમધમતી થઈ જતા વકીલોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જો કે આજે જ કામકાજ શરૂ થયા હોવાથી પહેલી તારીખમાં આરોપી હાજર નહિ હોય તો તેનું પણ ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં નહીં આવનાર હોવાનું ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે જણાવ્યું હતું.
અત્યાર સુધી ફીઝીક્લ કોર્ટ ની કામગીરી બંધ રહેતા જુનિયર વકીલો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા. તો ઓનલાઇન કાર્યવાહીમા ફક્ત ઇમરજન્સી કેસ જ ચાલતા હોઈ હજારો કેસ પણ પેન્ડીંગ હોવાથી અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં જેલોમાં મુક્તિની રાહ જોતા કેદીઓને પણ મુક્તિ નહીં મળતા કેદીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આજથી કોર્ટની કામગીરી વધુ વેગવંતી બનતા જુનિયર વકીલોને આર્થિક રાહત મળવાની સાથે ન્યાય માટે કાગડોળે રાહ જોઈ રહેલા વકીલોને પણ મોટો લાભ થશે તે નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોર્ટો બંધ હોવાને લઈને રાજકોટ સહિત ઠેર-ઠેર વકીલો દ્વારા વિરોધ નોંધવાયો હતો. તો રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી ડોક્ટર જીગ્નેશ જોશીએ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ વકીલો દ્વારા ગુજરાત હાઈકોર્ટની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. અને દરેક કોર્ટની અંદર પ્રત્યેક વકીલે માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.