અગાઉ PGVCL વાવડી સબ ડિવિઝન હેઠળ આવતી ફેક્ટરીનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું
PGVCL ના કર્મચારીએ લાંચ સ્વીકારવા ગોંડલ રોડ પરની હોટલ પર કનેક્શન ધારકને બોલાવ્યો
WatchGujarat સરકારી બાબુઓ લાંચ લેવાનો એક મોકો પણ છોડતા નથી. જો કે એસીબી દ્વારા પણ તટસ્થ કાર્યવાહી કરી લાંચિયા ઓફિસરોને ઝડપી લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક સરકારી કર્મચારી એસીબીનાં હાથે ઝડપાયો છે. PGVCL નાં આ કર્મચારીએ કાપી નાખેલું વીજ કનેક્શન શરૂ કરવા માટે રૂ. 23 હજારની લાંચ માંગી હતી. ગ્રાહકે આ અંગે એસીબીને જાણ કરી દેતા છટકુ ગોઠવી લાંચીયો અધિકારી લાંચની રકમનો સ્વીકાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ, PGVCL વાવડી સબ ડિવિઝન હેઠળ આવતી ફેક્ટરીનું વીજ કનેક્શન કંપનીએ કાપી નાખ્યું હતું. અને તેનું વીજમીટર પણ ઉતારી નાખ્યું હતું. કપાયેલું વીજ કનેક્શન ચાલુ કરવા માટે કારખાનેદારે અરજી કરી હતી. જે વાવડી સબ ડિવિઝનના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરેશ વસંત ટીમાણિયા સુધી પહોંચી હતી. આરોપીએ વીજમીટર નાખી દેવાની અવેજમાં રૂ.23 હજારની લાંચ માગી હતી. જેને પગલે કારખાનેદારે રાજકોટ એસીબીને જાણ કરી હતી.
રાજકોટ એસીબીના પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. મંગળવારે બપોરે 12 વાગ્યે નક્કી થયા મુજબ કારખાનેદાર ગોંડલ રોડ પર ક્રિષ્નાપાર્ક હોટેલ સામે પહોંચ્યા હતા. અને લાંચની રકમ લેવા માટે પરેશ ટીમાણિયા પણ પહોંચ્યો હતો. પીજીવીસીએલના ઇલે. આસિ.પરેશ ટીમાણિયાએ લાંચના રૂ.23 હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પરેશ ટીમાણિયા લાંચ લેતા ઝડપાયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં જ અન્ય લાંચિયા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.