ઇમ્તિયાઝ ભાઈ હૈદર ભાઈ કુરેશી પોતાના પરિવાર સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરા પીપળીયા ગામનાં પુષ્કર રિસોર્ટમાં ફરવા ગયા
નદીમાં વધારે પાણી હોય અને પરિવાર સામાકાઠે હોવાથી ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી
ત્યાર બાદ મામલે પોલીસને જાણ કરાતા ટીમે પહોંચીને સરપંચ સાથે સંકલન સાધીને પરિવારને રેસ્ક્યૂ કરવામાં મદદ કરી
WatchGujarat. શહેર પોલીસે ફરી એકવખત પોલીસ પ્રજાનો મિત્ર હોવાની સાબિતી આપી છે. જેમાં એક પરિવાર શહેરની ભાગોળે પરા પીપળીયા ગામમાં પુષ્કર રિસોર્ટ ખાતે ફરવા ગયો હતો. આ દરમિયાન અચાનક ભારે વરસાદના કારણે પરા પીપળીયાની નદીમાં પુર આવી જતા પરિવાર નદીના સામે કાંઠે ફસાઇ ગયો હતો. અને તેઓની રિક્ષા નદીમાંથી પસાર થઈ શકે તેમ નહીં હોવાથી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેને પગલે પોલીસ કાફલો ત્વરિત પહોંચ્યો હતો. અને આ ગામના સરપંચ તેમજ ફાયર વિભાગ સાથે સંકલન કરી પરિવારને રેસ્ક્યુ કર્યો હતો. એટલું જ નહીં પરિવારને છેક તેના ઘર સુધી પહોંચાડ્યો હતો. જેને લઈ પરિવાર સહિત લોકોએ પણ પોલીસની આ કામગીરીને વખાણી હતી.
https://youtu.be/7dq5diIDFQk
જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટમાં રહેતા ઇમ્તિયાઝ ભાઈ હૈદર ભાઈ કુરેશી પોતાના પરિવાર સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરા પીપળીયા ગામનાં પુષ્કર રિસોર્ટમાં ફરવા ગયા હતા. દરમિયાન વધુ વરસાદ આવવાથી પરા પીપળીયા ગામની નદીમાં પુર આવી જતા આ પરિવાર નદીનાં સામે કાંઠે ફસાઇ ગયો હતો. અને તેની રિક્ષા નદીમાંથી પસાર થઈ શકે તેમ ન હોવાથી પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણ કરી હતી.
બાદમાં કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ વાળાને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ ટીમ તાત્કાલિક પરા પીપળીયા ગામે પહોંચી હતી. અને ગામનાં સરપંચ વિક્રમભાઈનો સંપર્ક કરી ગ્રામજનોની મદદ લીધી હતી. તેમજ નદીમાં વધારે પાણી હોય અને પરિવાર સામાકાઠે હોવાથી ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ગ્રામજનો સહિત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફસાયેલા પરિવારને રેસ્ક્યુ કરીને સામાકાંઠેથી ગામમાં લાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગામમાંથી બોલેરો ગાડી મંગાવીને તેમાં તેમજ પોલીસની ગાડીમાં બેસાડી આ પરિવારને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડયો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં રવિવારે બપોરથી રાત સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે નોંધેલા આંકડા મુજબ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 110 મીમી, વેસ્ટ ઝોનમાં 98 મીમી, અને ઇસ્ટ ઝોનમાં 78 મીમી, વરસાદ નોંધાયો છે. આજ સુધીમાં મોસમનો કુલ 511 મીમી એટલે કે 20.5 ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. જો કે ભારે વરસાદને કારણે શહેરનાં 150 ફૂટ રિંગરોડ સહિતના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો લોકોના વાહન પાણીમાં ફસાતા વાહનો બંધ થયાની ઘટનાઓ પણ સામે આવી હતી. જોકે લોકોએ તકલીફો સહન કરીને પણ મન ભરીને વરસાદ માણ્યો હતો.