• રાજકોટના (Rajkot) પેડક રોડ પરથી બે શખ્સો બાઇક પર ગાંજાના જથ્થા સાથે નીકળ્યા હોવાની માહિતી મળતાં એસઓજીના (SOG) સ્ટાફે રણછોડદાસ બાપુના આશ્રમ નજીક વોચ ગોઠવી
  • હાલમાં કોઇ કામધંધો ન હોવાથી ગાંજાની ખેપ મારવાનું શરૂ કર્યું
  • પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Gujarat, Rajkot Police SOG Arrested 2 Accused with marijuana
Gujarat, Rajkot Police SOG Arrested 2 Accused with marijuana

Watchgujarat. કોરોનાકાળનાં કારણે લાગુ લોકડાઉનને લઈ અનેક લોકોનાં કમધંધા ઠપ્પ થયા છે. આ પૈકી અમુકને બીજું કોઈ કામ નહીં મળતા ગોરખધંધા શરૂ કર્યા હોય તેવા અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચુક્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકડાઉન બાદ કામધંધો ઠપ્પ થતા બે શખ્સોએ ગાંજાની હેરાફેરી શરૂ કરી હતી. જો કે, પોલીસે  પેડક રોડ પરથી આ બંને શખ્સોને ઝડપી લીધા છે. અને તેની પાસેથી 625 ગ્રામ ગાંજાનો જથ્થો પણ કબ્જે કરી વધુ  તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, ઉપલાકાંઠાના પેડક રોડ પરથી બે શખ્સો બાઇક પર ગાંજાના જથ્થા સાથે નીકળ્યા હોવાની માહિતી મળતાં એસઓજીના સ્ટાફે રણછોડદાસ બાપુના આશ્રમ નજીક વોચ ગોઠવી હતી. અને નિયત નંબરવાળું બાઇક આશ્રમથી પેડક રોડ પર જતાં જ પોલીસે અટકાવ્યું હતું. બાઇકસવાર બે શખ્સ રણછોડનગર નજીક રહેતો તાહીર સલાઉદીન મુજાવર અને બાલાજી હોલ પાસેના આરએમસી ક્વાટર્સમાં રહેતો બિલાલ સલીમ મેતર હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આ બંનેને અટકાવી તલાશી લેતા બંને પાસેથી રૂ.6150ની કિંમતનો 615 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે ગાંજો અને બાઇક સહિત કુલ રૂ.31150નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની અટકાયત કરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર બિલાલ અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અને હાલમાં કોઇ કામધંધો ન હોવાથી ગાંજાની ખેપ મારવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat, Rajkot Police SOG Arrested 2 Accused with marijuana

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud