• શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા તંત્ર ફરી હરકતમાં આવી ગયુ છે
  • આગામી હોળીના પર્વમાં રાત્રે મર્યાદિત સમયમાં હોલિકાદહનની વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે સંપન્ન કરવી
  • ધુળેટી પર્વમાં પણ જાહેરમાં રંગો નહીં ઉડાડવા, ફુગ્ગો નહિ ફેંકવા અને ટ્રાફિકને અડચણ ન થવાની અપીલ

WatchGujarat શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા તંત્ર ફરી હરકતમાં આવી ગયુ છે. જે અંતર્ગત આગામી હોળીના પર્વમાં રાત્રે મર્યાદિત સમયમાં હોલિકાદહનની વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે સંપન્ન કરવા તેમજ ધુળેટી પર્વમાં પણ જાહેરમાં રંગો નહીં ઉડાડવા, ફુગ્ગો નહિ ફેંકવા અને ટ્રાફિકને અડચણ ન થવાની અપીલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કરી છે.

આ અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના સંક્રમણ રોકવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે. અને આગામી દિવસોમાં આવી રહેલા હોળી અને ધુળેટીના પર્વમાં લોકોએ સાવચેતીપૂર્વક ઉજવણી કરવાની રહેશે. આ માટે જ ખાસ આગામી રવિવારે હોલિકાદહનની વિધિ રાત્રી કર્ફ્યુનો સમય ધ્યાનમાં લઈને કરવામાં આવે તેમજ મર્યાદિત સમયમાં પૂર્ણ કરવામાં આવે અને દર્શને આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી છે.

આ ઉપરાંત સોમવારે ધુળેટીના દિવસે કોઈએ જાહેરમાં રંગ ન ઉડાડવો, ફુગ્ગો ન ફેંકવા, ગાર્ડન, હોટલ, ક્લબ વગેરે જાહેર સ્થળોએ આયોજનો કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. હાલની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ જુદા-જુદા વિસ્તારોમાં જઈને લોકોને કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ બને તેવી માહિતી આપી રહ્યો છે. પરંતુ હોળી-ધુળેટીમાં જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે લોકો પણ નિયમોનું પાલન કરી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ પણ પોલીસ કમિશ્નરે કરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud