• ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા નિયમ ભંગ કરનારનાં નામ સહિત બધી વિગતો એપ્લિકેશનમાં આપવામાં આવે
  • શહેર પોલીસે પેપરલેસ, કોન્ટેકલેસ અને કેશલેસ ટ્રાફીક ચલણ સિસ્ટમનો ઉપયોગ કરી છેલ્લા પાંચ મહિનામાં 2 હજારથી વધુ કેસો કર્યા – પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-1
  • વાહનચાલક વચ્ચે દંડની રકમ રોકડમાં સ્વીકારવાના બદલે ઓનલાઈન સિસ્ટમ દ્વારા કોવિડ સંક્રમણને લગતા કેસો કરવામાં આવી રહ્યા છે

Watchgujarat.  રાજકોટમાં ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચાલકોને દંડ કરવા તૈયાર કરવામાં આવેલી સ્પોટ ચલણ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી હતી આ પેપરલેસ, કોન્ટેકલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમથી છેલ્લા પાંચ મહિનામાં બે હજારથી વધુ કેસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઈ વાહન ચાલકને રોકડમાં દંડ આપવાના બદલે કેશલેસ દંડ આવી શકાય તે માટે આ સ્પોટ ચલણ એપ બનાવવામાં આવી હતી. અને જાન્યુઆરી મહિનામાં મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશન દ્વારા પેપરલેસ, કોન્ટેકલેસ અને કેશલેસ ટ્રાફીક ચલણ સિસ્ટમની પ્રાયોગીક ધોરણે શરૂઆત કરવામાં આવી હતી.

આ એપ્લિકેશન દ્વારા કઈ રીતે દંડ વસુલાય છે તેનો વિડીયો પણ પોલીસે જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રથમ તો ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા નિયમ ભંગ કરનારનાં નામ સહિત બધી વિગતો એપ્લિકેશનમાં આપવામાં આવે છે. ત્યારબાદ જો આ નિયમ ભંગ કરનાર ઓનલાઈન દંડ ભરવા ઈચ્છે તો પોલીસ દ્વારા ઓનલાઈન બટન દ્વારા પેટીએમ સહિત જરૂરી વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ વિકલ્પ પસંદ કરતાં જ એક બાર કોડ જનરેટ થાય છે. જેને દંડ ભરનાર વ્યક્તિ દ્વારા પોતાના મોબાઈલથી સ્કેન કરતા જ દંડની રકમ તેના જે-તે એકાઉન્ટમાંથી કપાઈ જાય છે. અને પોલીસને મળી જાય છે.

ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેર પોલીસે પેપરલેસ, કોન્ટેકલેસ અને કેશલેસ ટ્રાફીક ચલણ સિસ્ટમનો ઉપયોગ કરી છેલ્લા પાંચ મહિનામાં 2 હજારથી વધુ કેસો કર્યા છે. આ એપ્લીકેશનનો ઉપયોગ કરવાથી પોલીસ તેમજ વાહનચાલક વચ્ચે દંડની રકમ રોકડમાં સ્વીકારવાના બદલે ઓનલાઈન સિસ્ટમ દ્વારા કોવિડ સંક્રમણને લગતા કેસો કરવામાં આવી રહ્યા છે. જેમાં માસ્ક, જાહેરમાં થુંકવુ તથા સોશિયલ ડિસ્ટન્સ અંગેના કેસો કરવામાં આવી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud