પાંચ દિવસ પહેલા મવડી ખાતેના રાજદીપ સોસાયટીમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાંથી સોનાની ચેઇનની ચોરી થઇ હતી
ચોરે આર્થિક ભીંસ દૂર કરવા પોતે ગુનાના રવાડે ચડ્યો હોવાનું કબુલ્યું
WatchGujarat આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમજ ગુનેગારો પણ સોશિયલ મીડિયા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાઓને અંજામ આપતાના કિસ્સાઓમા સતત વધારો થયો છે. ત્યારે હવે ગુજરાત પોલીસ પણ હાઈટેક બની ગઈ છે. અને ગુનાઓનાં ભેદ ઉકેલવા સોશિયલ મીડિયા સહિત સીસીટીવી જેવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. આવી જ એક ઘટનામાં પોલીસે ફેસબુકનાં માધ્યમથી સોનાનાં ચેઈનની ચોરી કરનારને ઝડપી લીધો છે. આરોપીએ જ્વેલર્સની દુકાનમાંથી ચેઇન તફડાવ્યો હતો. જો કે પોલીસનાં હાથે ઝડપાઈ જતા આર્થિક ભીંસ દૂર કરવા ચોરી કર્યાની કેફિયત તેણે આપી છે. જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના મવડી ખાતેની રાજદીપ સોસાયટીમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં પાંચ દિવસ પહેલા એક શખ્સ વેપારી પરેશ ભૂપતભાઇ ફિચડિયાની નજર ચૂકવી રૂપિયા 1 લાખની કિંમતનો સોનાનો ચેઇન તફડાવી ચાલ્યો ગયો હતો. બનાવની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સોની વેપારીની પૂછપરછમાં ગ્રાહકના સ્વાંગમાં કળા કરી જનાર શખ્સના મોબાઇલ નંબર હોવાનું જણાવતા પોલીસે તે નંબર ઉપર સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જો કે ધારણા મુજબ તેનો મોબાઇલ નંબર સ્વિચ ઓફ આવ્યો હતો. જેને પગલે પોલીસે તે મોબાઇલ નંબરના આધારે વોટ્સએપ તેમજ ફેસબુક પર તપાસ શરૂ કરી હતી અને પોલીસને મોબાઈલ નંબરના આધારે ફેસબુક અને વોટસએપ પરથી બે પ્રોફાઇલ ફોટો મળી આવતા સોની વેપારીને બતાવ્યા હતા. જેમાંથી એક પ્રોફાઇલ ફોટો વેપારીએ ઓળખી બતાવ્યો હતો. જેને આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
બાદમાં પોલીસે ફોટોના આધારે તપાસ કરતા તે ફોટો 150 ફૂટ રિંગરોડ પર ધરમનગર-2માં ભાડાના મકાનમાં રહેતો પ્રકાશ કરશન ભાસ્કરનો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને ગ્રાહકના સ્વાંગમાં કળા કરી ગયેલા શખ્સને પકડવા તુરંત માહિતી મુજબના સરનામા પર પોલીસ દોડી ગઈ હતી. અને પ્રકાશને પકડી પાડ્યો હતો. પોલીસને જોતા જ પ્રકાશે વટાણા વેરી દઇ પોતે વેપારીને છેતરીને સોનાનો ચેઈન તફડાવ્યાની કબૂલાત આપી હતી. અને સોનાનો ચેઇન પોલીસને સોંપી આર્થિક ભીંસ દૂર કરવા પોતે ગુનાના રવાડે ચડ્યો હોવાનું કબુલ્યું હતું.