• શૈલેષ વઘાસીયાને ગુરુવારે જ સ્થાનિક જિલ્લા ભાજપ નેતાગીરીએ કોટડાસાંગાણી તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ બનાવી દીધા
  • ચૂંટણીમાં પરાજીત થયા હોવા છતાં હોદ્દો અપાતા આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો
  • પ્રદેશ નેતાઓ દ્વારા આકરો ઠપકો આપવાની સાથે તાત્કાલિક અસરથી આ નિમણુંક રદ્દ કરવાની સૂચના આપવામાં આવી

WatchGujarat. જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક પર હારેલા ઉમેદવાર શૈલેષ વઘાસીયાને જિલ્લા ભાજપે તાલુકા પ્રમુખ બનાવ્યા હતા. જેને પગલે જ આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અને ગાંધીનગર સુધી રજૂઆતો થતા પ્રદેશ ભાજપ ચોંકી ઉઠ્યું હતું. અને જિલ્લાનાં હોદ્દેદારોને ઠપકો આપવાની સાથે-સાથે બીજા જ દિવસે આ નિમણુંક રદ કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા ભાજપનાં હોદ્દેદારોની છબી ઘણી ખરડાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોટડાસાંગાણી બેઠકમાં ભાજપની ટિકિટ પરથી લડેલા શૈલેષ વઘાસીયાને ગુરુવારે જ સ્થાનિક જિલ્લા ભાજપ નેતાગીરીએ કોટડાસાંગાણી તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ બનાવી દીધા હતા. ચૂંટણીમાં તે પરાજીત થયા હોવા છતાં હોદો અપાતા આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. અને હરીફ જૂથ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી.

આ બાબત ધ્યાને આવતા જ હકીકત ચકાસીને પ્રદેશ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. કારણ કે, નેતાગીરીએ અગાઉ નિયમ બનાવ્યો હતો કે, ચૂંટણી રાજકારણમાં સામેલ થનારાને સંગઠનમાં હોદો આપવાનો નથી. અને સંગઠનમાં હોય છતાં ચૂંટણી લડે તો પછી સંગઠનમાંથી રાજીનામું આપી દેવાનુ રહેશે. પરંતુ કોટડાસાંગાણીનાં પ્રમુખપદે શૈલેષ વઘાસીયાની નિમણુંકમાં આ નિયમનો ઉલાળીયો થયો હોવાનું સ્પષ્ટ હતું. જિલ્લા ભાજપનાં આ નિર્ણયને પગલે પ્રદેશ નેતાઓ દ્વારા આકરો ઠપકો આપવાની સાથે તાત્કાલિક અસરથી આ નિમણુંક રદ્દ કરવાની સૂચના આપવામાં આવી છે.

પ્રદેશ નેતાગીરીનાં અદેશને પગલે જિલ્લા ભાજપ દ્વારા શૈલેષ વઘાસીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યુ છે. આમ આ ઘટનાક્રમમાં કોટડાસાંગાણી તાલુકા પ્રમુખપદે શૈલેષ વઘાસીયાને ગત શુક્રવારે નિમણુંક આપવામાં આવ્યા બાદ બીજા દિવસે એટલે કે, શનિવારે જ હકાલપટ્ટી કરવામાં આવી છે. એટલું જ નહીં અન્ય ચારેક તાલુકાઓમાં પણ આ પ્રકારે નિમણુંકો થઈ હોય મહામંત્રી દરજ્જાના હોદેદારોના રાજીનામા લઈ લેવા પડે તેમ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud