મગફળીમાંથી બનતા સિંગતેલ ઉપરાંત કપાસિયા, પામ વગેરે તેલના ભાવમાં ગત વર્ષની સાપેક્ષે 40 ટકા જેટલો ભાવ વધારો થયો
ડેરી સંચાલકોએ દુધ અને તેની બનાવટો પર ભાવ વધારો જાહેર કર્યો
પેટ્રોલ-ડીઝલ-ગેસ બાદ હવે દૂધ-દહીં અને મીઠાઈ, આ મોંઘવારી હજુ કેટલી વધશે? તેનો કોઈ સત્તાવાર જવાબ નથી
Watchgujarat. ગઈકાલે અમૂલ (Amul) દૂધના ભાવમાં લિટરે રૂ. 2નો વધારો કરાયો હતો. જેને પગલે જ હવે દૂધની ખાનગી ડેરીઓએ દૂધની સાથે-સાથે દહીં, મિઠાઈ વગેરેના ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. રાજકોટની મોટાભાગની ડેરીઓએ દૂધમાં રૂ. 2 ઉપરાંત એક કિલો દહીમાં રૂ.5નો તેમજ મિઠાઈઓમાં પ્રતિકીલો રૂ. 20નો વધારો ઝીંકી દીધો છે.
સમગ્ર મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના (Rajkot Chamber of Commerce) પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, દૂધ મોંંઘુ થયું છે અને પરિવહન મોંઘુ થયું છે, અન્ય ચીજોના ભાવવધારાથી હવે વેપારીઓને પરવડે તેમ ન હોય અમૂલના પગલે આજે દૂધના ભાવ વધતા દૂધના પેંડા કે જે રાજકોટમાં રૂ. 380થી 580સુધીની રેન્જમાં મળે છે તેમાં રૂ. 20નો વધારો મોટાભાગના ડેરી સંચાલકોએ કરી દીધો છે. જ્યારે રૂ. 50થી 80ના કિલો લેખે મળતા દંહીમાં રૂ.5નો વધારો કરવાની ફરજ પડી છે.
શહેરમાં રાજકોટ ડેરી રોજ 3.50 લાખ લિટર, ખાનગી ડેરીઓ રોજનું 2.25 લાખ લિટરથી વધુ દૂધ વેચે છે. આમ, રૂ. 2નાં ભાવ વધારાથી રાજકોટ પર રોજનો રૂ.12 લાખનો બોજ માત્ર દૂધ,દહીં,ચા લેનારા પર આવ્યો છે. કારણ કે આ બોજ વેપારીઓ ગ્રાહકો પર વહેંચી દેતા હોય છે. એકતરફ દૂધ આપતા પશુઓ માટે પણ કપાસિયા ખોળમાં જોખમી ભેળસેળ થઈ રહી છે જે અંગે સરકાર ચૂપ છે અને બીજી તરફ તેના ભાવમાં પણ 50 ટકાનો વધારો ઝીંકાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા,ગુજરાતમાં (Gujarat) જેનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તે મગફળીમાંથી બનતા સિંગતેલ ઉપરાંત કપાસિયા, પામ વગેરે તેલના ભાવમાં સટ્ટાખોરી પર નિયંત્રણના અભાવ સાથે બેફામ નફાખોરી થતા ગત વર્ષની સાપેક્ષે 40 ટકા જેટલો ભાવ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ-ગેસ (Petrol, Diesel, Gas) બાદ હવે દૂધ-દહીં અને મીઠાઈ, આ મોંઘવારી હજુ કેટલી વધશે? તેનો કોઈ સત્તાવાર જવાબ નથી. પરંતુ ઉદ્યોગોના કાચા માલથી માંડીને બાળકોનું શિક્ષણ, સારવારથી માંડીને ખાણીપીણી સહિત જીવનજરૂરી ચીજો મોંઘી થતી જવાની સાથે લોકોની આવકમાં એ મૂજબ વધારો થયો ન હોવાથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.