• જેલની બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ પણ ફીટ કરી દેવામાં આવી છે.
  • રાજ્ય જેલના એડિશનલ DG રાવના હસ્તે FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવનાર છે.

#Rajkot - જેલનાં કેદીઓ રેડિયો જોકી બનશે, આગામી 31st ડિસેમ્બરથી ગુંજશે FM રેડિયો
WatchGujarat મધ્યસ્થ જેલનાં કેદીઓ હવે રેડિયો જોકી બનવા જઈ રહ્યા છે. આવનારી 31st ડિસેમ્બરથી આ જેલમાં FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મુકવામાં આવનાર છે. અને આ માટે જ જેલની બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ પણ ફીટ કરી દેવામાં આવી છે. SP બન્નો જોશીનાં જણાવ્યા મુજબ રાજ્ય જેલના એડિશનલ DG રાવના હસ્તે FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવનાર છે. હાલ આ કાર્યક્રમ માત્ર જેલ માટે સિમિત રહેશે. ભવિષ્યમાં તમામ શ્રોતાઓ માટે આ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવશે. #Rajkot

વધુમાં SP જોશીએ જણાવ્યું હતું કે, FM રેડીયો લોકલ FM સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યું છે. જેમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જોડાયેલી રહેશે. હાલમાં પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડિયો જોકીની તાલીમ આપવામાં આવી છે. આ કેદીઓ જ ગીતોની પ્રસ્તુતિ પૂર્વે તેનું વિવરણ કરશે. અને કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની રસસભર વાત પ્રસ્તુત કરશે. #Rajkot

ઉપરાંત એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી સરળતાથી પહોંચતી કરી શકશે. અમદાવાદ જેલમાં ગયા મહિને આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારબાદ રાજકોટમાં આ સુવિધા 31મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. અને હવે પછી બરોડા, સુરત જેલમાં નજીકના દિવસોમાં જ FM ગુંજતુ થઈ જશે. કેદીઓના મનોરંજન માટે આ મહત્વનો નિર્ણય છે.

More #Rajkot #prison #inmates #to become #Radio jockeys #FM radio #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud