• રાજકોટ જીલ્લામાં ૪પ થી વધુ ઉંમરના હજારો લોકોને રસીકરણ બાકી હોય તે ઝડપી કરવા અંગે ખાસ સુચના અપાઇ – એડીશનલ કલેકટર પરિમલ પંડ્યા
  • રાજકોટમાં પણ અમદાવાદની જેમ પ્રાઇવેટ હોસ્પીટલને રસીકરણ માટે મંજૂરી અપાઇ
  • અમદાવાદની જેમ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં વેક્સીનનો ભાવ રૂ. 1 હજારની આસપાસ રહે તેવી ભીતિ
  • આરોગ્ય કમીશ્નરના પરિપત્ર મુજબ  દિવ્યાંગો- અશકતો અને વૃધ્ધોને દૂર વેકસીનેશન સેન્ટર સુધી જવું નહિ પડે

WatchGujarat. ગુજરાત સરકાર દ્વારા સિનિયર સીટીઝન તેમજ 18 વર્ષથી 44 વર્ષની ઉંમર ધરાવતા લોકોનું વેક્સિનેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે અનેક લોકો રજિસ્ટ્રેશન ન કરાવવું પડે અને લાઈનમાં બેસવું ન પડે તે માટે રસીકરણ કરાવતા નથી. જેને પગલે સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને વેક્સિનેશન માટેની મંજૂરી આપી છે. અમદાવાદ સહિતના શહેરોમાં ખાનગી હોસ્પિટલોએ રૂપિયા લઈને વેકસીનેશન શરૂ કર્યું છે. ત્યારે હવે રાજકોટમાં પણ HCG હોસ્પિટલને આ માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં લોકોને રૂ.1,000માં કોવિશિલ્ડ અને રૂા.1,250માં કોવેક્સીન આપવામાં આવશે.

એડીશનલ કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે ગઇકાલે આરોગ્ય સચિવની વીસી યોજાઇ હતી, અને તેમાં આપણા રાજકોટ જીલ્લામાં ૪પ થી વધુ ઉંમરના હજારો લોકોને રસીકરણ બાકી હોય તે ઝડપી કરવા અંગે ખાસ સુચના અપાઇ છે. જે અંતર્ગત રાજકોટમાં પણ અમદાવાદની જેમ પ્રાઇવેટ હોસ્પીટલને રસીકરણ માટે મંજૂરી અપાઇ છે, સરકારની સીધી સુચના બાદ શહેરનાં 150 ફુટ રોડ પર આવેલ ‘HCG’ હોસ્પિટલને રસીકરણ માટે કલેકટરે મંજૂરી આપી દીધી છે. જેમાં  આવતીકાલથી રસીકરણ શરૂ થશે. જેનો ચાર્જ પણ અમદાવાદની જેમ 1 હજાર રૂપિયા આસપાસ રહેશે. અને ખાનગી હોસ્પિટલમાં રસીનો ડોઝ લેનાર દરેક વ્યકિતને વેક્સિનેશનનું સર્ટીફીકેટ પણ મળી જશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉપરોકત હોસ્પીટલમાં રસીકરણ અંગે અમે ઇન્ડસ્ટ્રીયલ એસો.ના હોદેદારોને બોલાવી તેમના કામદારોનું ઝડપથી રસી અપાય તેવી અપીલ કરી રહ્યા છીએ, આ માટે આજે ઇન્ઙ એસો.ના હોદેદારો સાથે મીટીંગ પણ યોજાઇ હતી, કારખાનેદારો જે તે કામદારને પોતાના ખર્ચે HCGમાં રસી અપાવશે. સાથે આરોગ્ય કમીશ્નરના પરિપત્ર મુજબ  દિવ્યાંગો- અશકતો અને વૃધ્ધોને દૂર વેકસીનેશન સેન્ટર સુધી જવું નહિ પડે. અને તેઓ જયાં રહેતા હશે તેમની બાજુમાં જ આવેલા કોમ્યુનિટી હોલ, સ્કુલોમાં તેમને વેકસીન માટે ટીમો દ્વારા લાવવમાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યુ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud