WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા છેલ્લા લાંબા સમયથી લોકોનું કાઉન્સલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘણી ચોંકાવનારી અને અન્ય લોકોને પણ બોધપાઠ લેવા જેવી હકીકતો સામે આવતી હોય છે. અને મનોવિજ્ઞાન ભવન દ્વારા લોકોના હિત માટે આવી વિગતો મીડિયાનાં માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક હકીકત સામે આવી છે. જેમાં દંપતિનો પરિવાર તૂટવાની અણી ઉપર હોઈ મનોવિજ્ઞાન ભવન દ્વારા બંનેનું કાઉન્સલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સલિંગ દરમિયાન પતિને પરસ્ત્રી સાથે સંબંધ થયા બાદ પત્નીએ બદલો લેવા પોતે પણ પર પુરુષની સાથે સંબંધ જોડતા બાળકોની માનસિક હાલત અતિ ખરાબ થઈ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર કેસની વાત કરીએ તો, આ વાત છે મનોવિજ્ઞાન ભવનમાં સલાહ લેતા એક દંપતીની કે જેમનો પરિવાર તૂટવાની અણી પર હતો. જોકે કાઉન્સેલિંગથી ફરીથી પૂર્વવત થાય એવા પ્રયત્નો મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં એક સારી નોકરી અને સારું સ્થાન ધરાવનાર દંપતીના કાઉન્સેલિંગના 5 સીટીંગ મનોવિજ્ઞાન ભવનમાં થયા અને હજુ સતત કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. શોભનાબેન (નામ બદલાવ્યું છે) અને નિખિલભાઈ (નામ બદલાવેલ છે)ના પ્રેમ લગ્ન હતા. એકદમ સાદગી અને સમાજના નિયમો મુજબ બન્નેએ પરિવારની સહમતી સાથે લગ્ન કર્યા. સુખેથી બન્ને જીવતા હતા.

દરમિયાન શોભનાબેનના મામાની દીકરી દેવયાની (નામ બદલાવેલ છે) નિખિલભાઈનાં સંપર્કમાં આવે છે. જોકે શોભનાબેનને તેની પર ખૂબ ભરોસો હતો. નિખિલભાઈ અને દેવયાનીબેન બન્ને સાથે બહાર જતા. બહારગામ પણ સાથે જતા. શોભનાબેન અને નિખિલભાઈને 2  સંતાન. દેવયાનીબેન સતત શોભનાબેનના ઘરે આવતા અને નિખિલભાઈ સાથે સમય પસાર કરતા હતા. પણ શોભનાબેનને એવુ જ હતું કે તે બન્ને માત્ર હસી મજાક કરે છે. જોકે ધીરે ધીરે આ હસી મજાક આગળ વધી. શોભનાબેન બેંકમાં નોકરી કરતા અને નિખિલભાઈને ઘર નજીક જ કરિયાણાની દુકાન જ્યારે શોભનાબેન ઘરે ન હોય ત્યારે દેવયાનીબેન ઘરે આવી નિખિલભાઈ સાથે રહેતા હતા અને આ બધું તેના બન્ને સંતાન જોતા હતા.

એક દિવસ શોભનાબેન અચાનક ઘરે આવ્યા અને ઘરનો દરવાજો ખખડાવતા નિખિલભાઈએ ખોલ્યો તો તેમના બેડરૂમમાંથી દેવયાનીબેન નીકળતા શોભનબેન સાથે ખૂબ ઝગડો થયો અને ધીરે ધીરે આ વાતે ખૂબ મોટું સ્વરૂપ લીધું. ત્યારબાદ વાત અહીંથી પુરી ન થતા નિખિલભાઈ સાથે બદલો લેવા શોભનાબેને પિતાની ઉંમર જેટલા બીજા બુટલેગર જેવા માથાભારે પુરુષ અશોકભાઈ(નામ બદલાવેલ છે) સાથે સંપર્ક અને સંબધ શરૂ કર્યા. નિખિલભાઈને આ વાતની જાણ થતાં તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો, અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. કેમ કે, આ માથાભારે વ્યક્તિ બધાની હાજરીમા ઘરે બેરોકટોક આવતી થઇ છે. હવે પરિસ્થિતિ એ છે કે બન્ને સંતાનો ખૂબ ભયમાં જીવે છે અને નાની દીકરી પિતા સાથે રહેવા જ તૈયાર નથી. તો દીકરો માતાને નફરત કરવા લાગ્યો છે. હાલ બધા જ પછતાય છે બેન આ માથાભારે વ્યક્તિની ચુંગાલમાંથી બહાર નીકળવાનું વિચારે છે પણ નીકળી નથી શકતા. સમાજમાં આબરૂનું ધોવાણ થવાના ડરે તેમના પતિ પણ કશું કરી શકતા નથી.

પતિ પત્ની બન્ને એ આપેલ કારણો

નિખિલભાઈના જણાવ્યા મુજબ બાળકો થયા પછી શોભનાબેન સમય નહોતા આપી શકતા જેને કારણે તેઓ દેવયાની તરફ આકર્ષિત થયા અને ક્યારે આ સીમા ઓળગી ખબર ન રહી. એ પ્રેમ હજુ શોભનાબેન ને જ કરે છે ખૂબ પ્રેમ કરે છે પણ આ ભૂલો હવે ભેગા નથી થવા દેતી. બીજું એમણે જણાવ્યું કે હું ભૂલ કરી બેઠો તો પત્ની તરીકે તેનો હક છે મને સજા આપવાનો પણ માથાભારે વ્યક્તિ પાસે માર ખવડાવવો, સતત ભયમાં રાખવો એ ક્યાંનો ન્યાય?  નીખિલભાઈ કહે છે કે સ્ત્રી નાગણ જેવી હોય છે આ મારા પરિવારને ખાઈ ગઈ. કયો પુરુષ પોતાની નજર સામે પત્નીને અન્યની હાજરીમા બંધ બારણે જોઈ શકે?

બીજીતરફ શોભનાબેનના જણાવ્યા મુજબ એ પોતે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રાખવા અને બાળકોને સારું શિક્ષણ આપવા નોકરી કરતા અને તેને પોતાના પતિ પર આંધળો વિશ્વસ હતો જે તેમણે તોડ્યો અને જેથી બદલો લેવા તે અશોકભાઈ પાસે ગયા હતા. જો કે હાલ સૌથી કપરી હાલત બાળકીઓની છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે પપ્પાને દેવયાની માસી ઘરે આવે ત્યારે અમને મારતા અને ગુસ્સે થતા અને મમ્મી પપ્પાને ઝઘડતા જોઈ રાત્રે પણ બીક લાગે છે. નાની બાળકી કોઈપણ સંજોગે પિતા સાથે રહેવા તૈયાર નથી. હવે પતિ પત્નીને સાથે રહેવું છે. પણ બાળકી  હવે પિતા સાથે રહેવા તૈયાર નથી. અને દીકરો માતા સાથે રહેવા તૈયાર નથી.

કોણ કારણભૂત અથવા કોનો વાંક ? આ સમગ્ર મામલામાં કોનો વાંક તે સૌથી મોટો પ્રશ્ન છે.

નિખિલભાઈનો? કે જે પોતાના આવેગોને સાચવી ન શક્યા. અથવા શોભનાબેનનો જેણે બદલો લેવા બીજા પુરુષની મદદ લીધી અને હવે રોજ ધમકીઓ આપે છે. કે પછી દેવયાનીબેનનો કે જેણે પોતાની જ બહેનનો વિશ્વાસ તોડ્યો છે. જો કે આ સમગ્ર મામલામાં દોષ જેનો હોય પણ ભોગ અંતે બાળકોનો લેવાયો છે. આ બાળકોના ભવિષ્ય પર મોટો સવાલ ઉભો થયો છે. જેને ધ્યાનમાં રાખીને હાલ મનોવિજ્ઞાન ભવન દ્વારા બંનેનું કાઉન્સલિંગ કરી પરિસ્થિતિ સામાન્ય બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આ બાળકોની સ્થિતિ સામાન્ય થશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે.

પિતાની ઐયાશી અને વાસના બની પરિવાર માટે મુશ્કેલ

આવા જ અન્ય એક કેસની વાત કરીએ તો એક કપલ મનોવિજ્ઞાન ભવનમાં આવે છે અને ચોધાર આંસુએ રડે છે. બન્નેને એકબીજા પ્રત્યે ખુબ જ પ્રેમ છે કાળજી છે. પણ સાંસારિક જીવન જીવી નથી શકતા. લગ્નના થોડા જ દિવસોમાં સસરા અને જેઠાણી વચ્ચેના લફરાંની જાણ બેનને થઇ ગઈ હતી. તેમણે ઘરમાં વાત કરી તો સસરાની વાસના અને જેઠાણીની બેશર્મીઓ જોઈને ગભરાઈ ગયા. શરૂઆતના 5 દિવસના ઘરસંસારમાં તેમને દીકરો થયો. આજે 15 વર્ષ થયા છે આજ સુધી તેઓ પતિપત્ની સાંસારિક જીવન જીવતા નથી તેને કારણે પતી અવળી લાઈને ચડી ગયો છે. સતત ભયને કારણે બેનમાં મનોશારીરિક અનેકો રોગ શરૂ થયા છે.

આજે બેન હાર્ટ, પાચન,  ચામડી, સાંધાના દુખાવા જેવા ઘણા રોગથી પીડિત છે. સોસાયટીના લોકો તે બેનને બીમારીનું ઘર તરીકે ઓળખે છે. સસરા તેની સાથે દુષ્કૃત્ય કરશે એ ભયે બેનને માનસિક બીમાર બનાવ્યા, ભાઈ પોર્ન સાઈટના રવાડે ચડ્યા અને સંતાન પણ હવે વિકૃત વર્તન કરતું થઇ ગયું છે. આમ પિતાની વાસનાએ પરિવારને પીંખી નાખ્યો છે એવું ધ્રુસકે ધ્રુસકે રડતા ભાઈએ વાત કરી હતી. જો કે હાલ તેઓનું પણ કાઉન્સેલિંગ મનોવિજ્ઞાન ભવનની ટીમ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud