• વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે હાથ ધરાયો
  • બાળકો સહિત વાલીઓ સાથે પણ વાતચીત કરી પરીક્ષાઓ અંગે તેમનું શું માનવું છે તેની પૂછપરછ કરવામાં આવી
  • ધો.-12ની પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું અને મુડ ડિસઓર્ડર સાથે ભવિષ્યની ચિંતા જોવા મળી

Watchgujarat. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ધો.-12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવમાં આવ્યો છે. આ માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એક સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. મનોવિજ્ઞાન ભવનના આસિ. પ્રોફેસર ડો.ધારા દોશી તેમજ વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ધો.-12નાં વિદ્યાર્થી અને તેમના વાલીઓ સાથે વાત કરવામાં આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું વધ્યું હોવાનું અને વાલીઓમાં બાળકોના આરોગ્યને લઈ ચિંતાનો માહોલ હોવાનું સામે આવ્યું છે.

મનોવિજ્ઞાન ભવનના આસિ. પ્રોફેસર ડો.ધારા દોશીનાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં ધો.-12 નાં 621 બાળકોનો સંપર્ક કર્યો હતો. અને બાળકો સહિત વાલીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. અને પરીક્ષાઓ અંગે તેમનું શું માનવું છે તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ધો.-12ની પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું અને મુડ ડિસઓર્ડર સાથે ભવિષ્યની ચિંતા જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, તેની હાલત લટકતી તલવાર જેવી થઈ ગઈ છે. ક્યારેક પરીક્ષા પદ્ધતિ બદલવાની વાતો સંભળાય છે તો ક્યારેક પરીક્ષા લેવાશે કે નહીં ? તેના વિશેની અટકળો સામે આવે છે. જેને લઈને અમને હવે ખૂબ જ કંટાળો આવે છે, કોઈ સ્પષ્ટ નિર્ણય આવતો નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જ્યારે માતા-પિતા પણ પરીક્ષાથી અવઢવમાં મુકાયા છે. મોટાભાગના વાલીઓ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા અનુભવે છે કે પરીક્ષા આપવા જાય અને કશું થઈ જશે તો ? સાથે-સાથે જ બાળકોના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળતું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આ સર્વે અનુસાર 54% વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફોબિયા, 27% વિદ્યાર્થીઓમાં મૂડ ડિસઓર્ડર, 22%  વિદ્યાર્થીઓમાં ભોજન પ્રત્યે અરુચિ, 18% વિદ્યાર્થીમાં ઊંઘની તકલીફ જોવા મળી હતી. જ્યારે 27% જેટલા વિદ્યાર્થીઓએ એકાંતમાં રહેવું ગમતું હોવાનું તો 36% વિદ્યાર્થીઓએ લોકો સાથે ગમતું નહીં હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud