WatchGujarat. શહેરનાં રેસકોર્સ ગાર્ડન ખાતે સાંજના સમયે લોકો મોટી સંખ્યામાં બેસવા અને વોકિંગ કરવા માટે જાય છે. અને અહીં કોઈ જીવજંતુ હોવાની ઘટના પણ જવલ્લે જ સામે આવી છે. પરંતુ શુક્રવારે અહીં એક બાદ એક કરી ચાર-ચાર કોબ્રા નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. અને લોકોમાં ફફળતનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકાર દોડી આવ્યા હતા. અને ચારેય કોબ્રાનું રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુનો વિડીયો હાલ સામે આવ્યો છે.
https://youtu.be/c7s1qzUAP9o
જાણવા મળી રહેલી વિગત અનુસાર, શુક્રવારે સાંજે રેસકોર્સ સ્ટેડિયમનાં દરવાજા તેમજ ગાર્ડનનાં વોકિંગ ટ્રેક ઉપર અચાનક એક પછી એક ચાર કોબ્રા જોવાયા હતા. એકબાજુ વોકિંગ ટ્રેક પાર લાઈટો બંધ હાલતમાં છે અને બીજીતરફ કોબ્રા પ્રજાતિના સાંપ જોવા મળતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. અસહ્ય ગરમીના કારણે કોબ્રા આવી ચડ્યા હોવાની ચર્ચા ત્યાં હાજર લોકોમાં થવા લાગી હતી. અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા કોઈને મોકલાય તે પહેલા જ સામાજિક કાર્યકર મુન્નાભાઈ દોડી ગયા હતા. અને તેમણે આ ચારેય સાપને બોટલમાં પુરી અને દૂર સ્થળે મુકવાનું કામ કર્યું હતું. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકો માટે સાંજના સમયે બેસવા-ફ્રેશ થવા રેસકોર્સ આવતા હોય છે. અહીં લોકો શાંતિથી બેસે છે, ઘણા લોકો ગાર્ડનમાં વોક કરી તેમનું સ્વાસ્થ્ય સુધારે છે. એટલું જ નહીં કેટલાક લોકો તો બાળકોને લઈ મસ્તી કરતા પણ જોવા મળે છે. પરંતુ
રેસકોર્સના બગીચા તથા સ્ટેડિયમ પાસેથી માત્ર અડધી કલાકમાં 4 કોબ્રા સાપ નીકળતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ અહીં આવતા લોકોની એવી પણ માંગ છે કે બગીચામાં જે ચાલવાનો ટ્રેક છે તેની આસપાસ વધેલી ઝાડની ડાળીઓને કાપવામાં આવે અને જે લાઈટો બંધ છે તેને ચાલુ કરવામાં જેથી ચોમાસાના આ સમયમાં આ રીતે જો ઝેરી સાપ નીકળે તો કોઈ દુર્ઘટના ન સર્જાય.