રાજકોટની સિવિલ હોસ્પિટલના OPD બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયા
બેઝમેન્ટમાં પાણી ભરાતાં નીચે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો
પાણી ભરાઇ જવાને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત પણ ઉભી થઇ
કલાકો સુધી આ અંગે કોઈ કાર્યવાહી નહીં થતા લોકોમાં ભારે કચવાટ જોવા મળ્યો
WatchGujarat. શહેરમાં ગઈકાલે વરસેલા 4 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરી 4 ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. જેને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીનાં સગાઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો રેસકોર્સ ખાતે આવેલી આર્ટ ગેલેરીમાં પાણી ઘુસી જતા અહીં ચાલી રહેલા એકઝીબિશનને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત આઈ.પી. મિશન સ્કૂલની દીવાલ ધરાશાયી થતા બે કાચા મકાનો પણ તૂટી પડ્યા હતા. જેમાં એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયો છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલના OPD બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયા છે. જેને લઈ દર્દીઓનાં સગાંઓ હેરાનપરેશાન થઈ ગયા છે. બેઝમેન્ટમાં પાણી ભરાતાં નીચે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહીં વધુ પાણી ભરાય તો શોર્ટસર્કિટ થવાની શક્યતા છે. તેમજ પાણી ભરાઇ જવાને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત પણ ઉભી થઇ છે. જેને કારણે સાજા થવા આવતા દર્દીઓ વધુ બીમાર પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે કલાકો સુધી આ અંગે કોઈ કાર્યવાહી નહીં થતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત રાજકોટના પોશ સમા નાનામવા રોડ, શાસ્ત્રીનગર, અજમેરા, રાજ રેસિડેન્સી સહિતના વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે. ગઇકાલે રાજકોટમાં રસ્તા પર કેડ સમા પાણી ભરાતાં વાહનો બંધ થઈ જતાં લોકો પરેશાન થયા હતા. બીજીતરફ રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરીમાં ભરાયેલા વરસાદી પાણી આજે પણ ઓસર્યા નથી. આથી આર્ટ ગેલેરીમાં રાખવામાં આવેલા એક્ઝિબિશનને નુકસાન પહોંચ્યું છે. અક્ઝિબિશનના સંચાલકો વરસાદી પાણીમાં મુશ્કેલીમાં મુકાયા છે. આ આર્ટ ગેલેરીમાં પાણી ભરાવા મુદ્દે પણ મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
વરસાદનાં કહેરને લઈને આજે શહેરનાં કુવાડવા રોડ પર આવેલી આઇ.પી. મિશન સ્કૂલની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ બાજુમાં તિલક પ્લોટમાં આવેલા કાચા મકાનો ઉપર પડતા બે કાચા મકાનોનો કડુસલો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા જ સ્થાનિકો દ્વારા 108ની મદદથી તેને સારવાર માટે ખસેડાયો છે. જોકે અહીં પણ કલાકો સુધી તંત્ર ભાળ લેવા પહોંચ્યું નહોતું. પરંતુ બાદમાં તંત્ર દ્વારા જ અહીંથી કાટમાળ ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બે દિવસમાં સાડાઆઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો ધોરાજીના મોટીમારડ ગામે 9 ઇંચ વરસાદ નોંધાતાં ગામ બેટમાં ફરવાઈ ગયું હતું. આ ગામનાં 5 તળાવો ઓવરફ્લો થઈ ગયાં છે. જેમાં ગામનું મેઇન તળાવ, પંચાયત પાસેનું તળાવ, મારડિયાના માર્ગનું તળાવ સહિત તમામ તળાવો ઓવરફ્લો થતા ગામનાં તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. તો ઉપલેટા તાલુકાના લાઠમાં મુશળધાર 7 ઇંચ વરસાદ ખાબકતાં ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયાં હતાં. અને લાઠ ગામે જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવતા ગામ થોડા સમય માટે સંપર્કવિહોણું બન્યું હતું.