• આશ્રમના મહંતની સુસાઇડ નોટના આધારે પોલીસને મહત્વની કડી મળી
  • પોલીસ તપાસમાં મહંતને બ્લેકમેલ કરવા માટે વિડીયોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું
  • સેવા કરવા આવુતી યુવતિને મહંતે આશ્રમમાં રોકાઇ જવાનું કહેતા

Watchgujarat.  મોરબી રોડ પરના કાગદડી ગામે આવેલા શ્રી ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસનાં કુલ 6 જેટલા વિડીયો બે યુવતીઓ સાથે ઉતારી બ્લેકમેઈલ ઉપરાંત મારકુટ કરી આપઘાતની ફરજ પાડવા મામલે તપાસ ચાલી રહી છે. જેમાં મહંત સાથે બે યુવતીના 6 વિડીયો બનાવાયા હોવાનું સામે આવતા પોલીસે એક વિડીયો કબ્જે કર્યો છે. અને એક યુવતીની પૂછપરછ પણ કરવામાં આવતા ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં તે યુવતીએ જણાવ્યું છે કે તે અઠવાડીયાના એક – બે દિવસ આશ્રમમાં સેવા કરવા આવતી હતી. પરંતુ થોડા સમય પછી મહંત તેને વધુને વધુ સમય ત્યાં રોકાઈ જવાનું આગ્રહ પુર્વક કહેતા હતા. ઘણી વખત રાત્રે રોકાઈ જવાનું પણ કહેતા હતા. જેને કારણે તે પરેશાન અને ત્રાસી  ગઈ હતી. અને આ વાત મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકીને કરતા તેણે તેમાંથી બહાર નિકળવા માટે તેનો મહંત સાથે વિડિયો ઉતારવાની યોજના ઘડી હતી.

આ યોજના અનુસાર પોતે મહંતના રૂમમાં જતાની સાથે અલ્પેશે તેનો વિડિયો ઉતારી લીધો હતો. જો કે મહંત તેને શા માટે રોકી રાખતા હતા. તે અંગે યુવતી પોતે પણ અજાણ હોવાનું રટણ કરી રહી છે. પોલીસે મહંતનો બીજી જે યુવતી સાથે વિડિયો ઉતારાયો હતો. તે યુવતી અંગે તપાસ શરૂ કરી છે. જેમાં યુવતી કેવા સંજોગોમાં તેનો મહંત સાથે વિડિયો ઉતારાયો તે અંગે શું ખુલાસો કરશે તે જાણવું મહત્વનું બની રહેશે. બન્ને યુવતીઓ સાથે મહંતના માફી માંગતા એક સહિત કુલ અડધો ડઝન વિડિયો હોવાનું પણ સામે આવ્યું છે.

જુદી-જુદી બે યુવતીઓ સાથે મળીને બનાવેલા આ 6 વિડિયોના આધારે જ તેનો ભત્રીજો અલ્પેશ અને તેનો બનેવી હિતેષ જાદવ બ્લેકમેઈલીંગ કરી પૈસા પડાવતા હતા. બન્ને આરોપીઓએ અત્યાર સુધી મહંત પાસેથી વિસેક લાખ પડાવી લીધાની માહિતી પોલીસને મળી છે. એટલું જ નહીં બન્નેનાં કહેવાથી જ ત્રીજો આરોપી વિક્રમ ભરવાડ મહંતને સતત ટોર્ચર કરી મારકુટ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ કારણે કંટાળી અને મહંતે આખરે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. અને આ પહેલા 20 પાનાની સ્યુસાઈડ નોટમાં પોતાની આપવીતી લખી હતી. જેને આધારે પોલીસ સમક્ષ આ કાવતરાનો પર્દાફાશ થતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અને આ કેસની તપાસમાં હજુ અનેક ચોંકાવનારા રહસ્યો સામે આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud