• ખોડીયારધામ આશ્રમનાં ટ્રસ્ટી અને વકીલ રક્ષિત કલોલા 30 મેના રોજ આરોપી વિક્રમ ભરવાડ સાથે આશ્રમમાં આવ્યો
  • લાશ જેવી બનાવ સ્થળે ઉપરનાં માળેથી નીચે ઉતરે છે તે પછી તુરંત જ ઉપરનાં રૂમની સાફ સફાઇ કરવાની સુચના રક્ષિત કલોલા દ્વારા આપવામાં આવી
  • ડો. નિલેશ નિમાવત દ્વારા મહંતનો મરણનો દાખલો અપાયો તેમાં દાખલ ટાઇમ સવારના 6 અને મરણનો ટાઇમ સવારના 8.15 વાગ્યાનો નોંધાયો

Watchgujarat. કાગદડી આશ્રમના મહંત જયરામદાસ બાપુ દ્વારા આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે અગાઉ જ મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટના વિક્રમ સોહલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજે આ મામલે વધુ એક પત્રકાર પરિષદનું આયોજન કરી તપાસની મહત્વની વિગતો આપી હતી. જેમાં ઝોન-1 ડીસીપી પ્રવીણકુમાર મીણાનાં જણાવ્યા અનુસાર, આ ગજાતનામાં આપઘાત થયો હોવા છતાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના ડો. નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની સંડોવણી સામે આવતા આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત વીડિયોમાં દેખાતી યુવતીએ બાપુ સાથે તેના શારીરિક સંબંધ ન હોવાનું સ્વીકાર્યું હોવાનું પણ તેમણે કહ્યું છે.

વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, જયરામદાસબાપુનો મૃતદેહ 1 જૂનના સવારે 10.30 આસપાસ કાગદડી આશ્રમથી એક એમ્બ્યુલન્સમાં રાજકોટ માટે રવાના કરાયો હતો. જોકે ડો. નિલેશ નિમાવત દ્વારા મહંતનો મરણનો દાખલો અપાયો તેમાં દાખલ ટાઇમ સવારના 6 અને મરણનો ટાઇમ સવારના 8.15 વાગ્યાનો નોંધાયો હતો. જેથી પ્રાથમિક રીતે ડેથ સર્ટિફિકેટ ખોટુ હોવાનું સામે આવતા ડોક્ટર નિલેશ નિમાવત દ્વારા કોઈ કારણે મહંતનાં આપઘાતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ થતા તેમની સામે ગુનો નોંધાયો છે.

બીજીતરફ ખોડીયારધામ આશ્રમનાં ટ્રસ્ટી અને વકીલ રક્ષિત કલોલા 30 મેના રોજ આરોપી વિક્રમ ભરવાડ સાથે આશ્રમમાં આવ્યો હતો. તેમજ તેની હાજરીમાં જ આરોપી વિક્રમ સોહલાએ જયરામદાસબાપુને માર માર્યો હોવાનું સીસીટીવી દ્વારા સ્પષ્ટ થયું છે. એટલું જ નહીં જયરામદાસબાપુનાં મૃત્યુ બાદ તેમની સ્યુસાઈડ નોટ પણ વકીલ રક્ષિત કલોલાએ પોતાની પાસે રાખી હતી. તેમજ જયરામદાસની લાશ જેવી બનાવ સ્થળે ઉપરનાં માળેથી નીચે ઉતરે છે તે પછી તુરંત જ ઉપરનાં રૂમની સાફ સફાઇ કરવાની સુચના રક્ષિત કલોલા દ્વારા આપવામાં આવી હતી. જેને લઈને તેની સામે પણ આ મામલે ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત આરોપી અલ્પેશ સોલંકી તેમજ હિતશ જાદવની હિટાચી, બોલેરો અને સ્વીફ્ટ કારોને કબ્જે કરવામા આવી છે. તેમજ આરોપીઓની મિલકત અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો બાપુનાં મોબાઈલમાં સેલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટા અને ઝેરી ટીકડાના પુરાવા પણ મળ્યા છે. સાથે ડેથ સર્ટીફિકેટ બનાવનાર મેડિકલ ઓફિસર ભૌતિક અને ડો. કાલરીયા સહિત ફરિયાદી રામજી લીંબાસીયાને પણ આરોપી તરીકે આ કેસમાં લેવામાં આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. સમગ્ર મામલે આજે અખિલ ભારતીય સાધુ સમાજે પણ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી રજુઆત કરી હતી. અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud