• ભુતખાના ચોકમાં આવેલી હોટલ આર. આરના રૂમમાં હર્ષદ ચૌહાણ નામની વ્યક્તિએ પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો
  • પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિવૃત્ત એસઆરપી જવાન મૂળજીભાઈ ચૌહાણનો પુત્ર હોવાનું જાણવા મળ્યું
  • ઘર કંકાસના કારણે હર્ષદ ઘરેથી નીકળી ગયો અને ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ હોટલ આર. આર.માં રૂમ ભાડે રાખ્યો

WatchGujarat. શહેરમાં આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ખાનગી હોટલનાં રૂમમાં નિવૃત્ત ASIનાં પુત્રએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. આ મૃતકની ઓળખ હર્ષદ ચૌહાણ તરીકે થઈ છે. અને તેના પિતા મોરબી SRPનાં નિવૃત ASI હોવાનું સામે આવ્યું છે. અને તેણે ઘરકંકાસથી કંટાળીને પગલું ભર્યું હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરના ભુતખાના ચોકમાં આવેલી હોટલ આર. આરના રૂમમાં હર્ષદ ચૌહાણ નામની વ્યક્તિએ પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગેની જાણ થતા ભક્તિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જરૂરી  પંચનામા સહિતની કાર્યવાહી કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિવૃત્ત એસઆરપી જવાન મૂળજીભાઈ ચૌહાણનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઘર કંકાસના કારણે હર્ષદ ઘરેથી નીકળી ગયો હતો. અને ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ હોટલ આર. આર.માં રૂમ ભાડે રાખ્યો હતો. દરમિયાન ઘરના સભ્યો પણ મૃતક યુવાનની શોધખોળ કરી રહ્યા હતા. અને તેનું મોટરસાયકલ ભુતખાના ચોક પાસે દેખાતા હોટલમાં સંપર્ક કરી તપાસ પણ કરી હતી. જેમાં યુવકે આપઘાત કર્યાનું સામે આવતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud