• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક કમિટીના મૂલ્યાંકન સમયે ગાર્ડનીંગ કામ માટે યુનિવર્સિટીએ લાખોનો ખર્ચ કર્યો – નિદ્દત બારોટ
  • યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં કરણ પિંક, ચંપો, સિલ્વર ચાંદની, જથરોપા, કોનોકાર્પસ વગેરેના છોડ લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  • રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ 1 લાખ રૂપિયાથી વધુ કિંમતનું કોઈ પણ કામ ટેન્ડર દ્વારા કરવું ફરજીયાત
  • યુનિવર્સિટી દ્વારા આ કામને 1 લાખ રૂપિયાથી ઓછી રકમના ટૂકડા કરી વિના ટેન્ડરે અને નેકના મૂલ્યાંકન માટે ઉતાવળ હોવાનું બહાનું આપી કરાયું

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બહુચર્ચિત માટી કૌભાંડ મામલે હજુપણ તપાસ ચાલી રહી છે. ત્યાં ગાર્ડનીંગમાં પણ રૂપિયા 6 લાખનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસનાં નેતા નિદ્દત બારોટે સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. જો કે ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ આ આક્ષેપોને પાયાવિહોણા કહી એક કમિટી દ્વારા ફૂલછોડ અને ગાર્ડનીંગને લગતું કામ કરાવાયું હોવાનું અને તેમાં કોઈ ગેરરીતિ નહીં હોવાનું જણાવ્યું છે. જેના જવાબમાં પણ બારોટે આવી કોઈ કમિટી હોય તેવું ઉપકુલપતિ સાબિત કરે તો જાહેરમાં માફી માંગવાની ચેલેન્જ આપતા મામલો ગરમાયો છે.

નિદ્દત બારોટે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક કમિટીના મૂલ્યાંકન સમયે ગાર્ડનીંગ કામ માટે યુનિવર્સિટીએ લાખોનો ખર્ચ કર્યો છે. યુનિ. દ્વારા દર વર્ષે ફૂલછોડના જતન માટે રૂ. 20 લાખનો ખર્ચ કરવામાં આવે છે  તેમ છતાં 6 લાખનો વધારાનો ખર્ચ કરાયો છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકનું ઈન્સ્પેકશન છે તે બહાના હેઠળ અનેક કામો ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરવામાં આવ્યા છે. જે પૈકી એક કામ યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં કરણ પિંક, ચંપો, સિલ્વર ચાંદની, જથરોપા, કોનોકાર્પસ વગેરેના છોડ લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા અને નાબાર્ડ જેવી એન્જસીઓ દ્વારા ફૂલના છોડ માટેના બિયારણો વિનામૂલ્યે આપતી હોય છે. અને યુનિવર્સિટી કેમ્પસમાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કાર્યાલય કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણતી હતી નેકની ટીમ ક્યારે આવવાની છે ત્યારે છેલ્લા દિવસે છોડ ખરીદવા નીકળવાને બદલે જો યુનિવર્સિટીએ સમયસર છોડ વાવવાની પ્રક્રિયા શરૂ કરી હોત તો વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલા 5-6 લાખ રૂપિયા ફૂલછોડને બદલે શિક્ષણ કે પ્રયોગશાળા અથવા પુસ્તકાલયમાં તેમજ નેટ—સ્લેટના કોચિંગમાં વાપરી શક્યા હોત.

રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ 1 લાખ રૂપિયાથી વધુ કિંમતનું કોઈ પણ કામ ટેન્ડર દ્વારા કરવું ફરજીયાત છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આ કામને 1 લાખ રૂપિયાથી ઓછી રકમના ટૂકડા કરી વિના ટેન્ડરે અને નેકના મૂલ્યાંકન માટે ઉતાવળ હોવાનું બહાનું આપી કરાયું છે. જે પણ શંકા ઉપજાવે છે. આ પત્ર સાથે જોડેલી યાદી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં રૂ. 6,03,626 ખર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મયર 15થી 20 બિલ્ડીંગોમાં માત્ર ફૂલછોડ સપ્લાય કરવામાં આવડી મોટી રકમ વપરાય તે વાત ગળે ઉતરતી નથી. જેને લઈ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જરૂરી હોવાનું જણાવી મુખ્યમંત્રી પાસે આ માટે માંગ કરવામાં આવી છે.

બીજીતરફ આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, કેમ્પસ એક હજાર વીઘામાં આવેલું છે. ગત વર્ષે 50 હજાર વૃક્ષો વાવ્યા હતા. દર વર્ષે હજારો વૃક્ષો વાવીએ છીએ. આથી આવું મારા ધ્યાન પર છે નહીં. બીજુ ફૂલછોડની વાત હોય તો તેના માટેની એક કમિટી હતી. કમિટીએ જે કંઇ નિર્ણય કર્યો છે તે મુજબ આપણે ખરીદી કરી અને સિન્ડીકેટમાં પણ મજૂર કર્યું છે. આ કામમાં માત્ર ફૂલછોડ લીધા નથી પણ દરેક ભવનને કલર કરેલા કુંડા પણ અપાયા હોય કિંમત વધુ થઈ શકે. મોટા ફૂલછોડ કે જેની ઉંચાઈ 8થી 10 ફૂટ હોય તો તેની પાછળ આપણે ખર્ચ કરવો પડે છે. અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી અને આવશે તો તપાસ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud