• સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા એક વિચિત્ર પ્રકારનું ફરમાન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધીશોએ જાહેનામું બહાર પાડી એવું ફરમાન કર્યું
  • જો કોઈ પરીક્ષાર્થી નવા નિયમોનો અમલ નહીં કરે, તેઓને પૂરક ઉત્તરવહીં નહીં આપવામાં આવે
  • મામલે હોબાળો વધતા આ નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી

Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિ.નાં સતાધીશો દ્વારા એક વિચિત્ર કહી શકાય તેવો નિર્ણય લેવાયો હતો. જેમાં મોટા અક્ષરો કરતા અને વધુ જગ્યા છોડી લખતા છાત્રોને પૂરક ઉત્તરવહી (સપ્લી) નહીં આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ યુનિ.નાં આ મનઘડત નિર્ણયને લઈ વિવાદ સર્જાયો હતો. જેને પગલે યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર જતીન સોનીએ આ કોઈ નિર્ણય નહીં પરંતુ માત્ર સૂચન હોવાનું જણાવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા એક વિચિત્ર પ્રકારનું ફરમાન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધીશોએ જાહેનામું બહાર પાડી એવું ફરમાન કર્યું હતું કે પરીક્ષાર્થીઓ ઉતરવહી ન બગાડે. આ સિવાય ઉત્તરના લખાણ વચ્ચે બિનજરૂરી જગ્યા પણ નહીં છોડી શકાય. જો કોઈ પરીક્ષાર્થી નવા નિયમોનો અમલ નહીં કરે, તેઓને પૂરક ઉત્તરવહીં નહીં આપવામાં આવે. આ મામલે હોબાળો વધતા આ નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક સૂચન છે, કોઈ પરિપત્ર નથી માત્ર વિદ્યાર્થીઓને આ બાબતે પરીક્ષા પહેલા જાણ કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ ને સપલી જોતી હોય તેને આપવામાં આવશે. સાથે જ અગાઉ મુખ્ય ઉત્તરવહી 24 પેઈજની હતી. જે હવે 48 પેઈજની કરી દેવામાં આવી હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી છે. જો કે આ નિર્ણયને લઈને વિવાદ થતા યુનિ. દ્વારા ફેરવી તોળાયું હોવાની ચર્ચા વિદ્યાર્થીઓમાં ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud