ઘટનાને પગલે મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો
બસપોર્ટનાં સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો.
WatchGujarat શહેરના નવા બસપોર્ટ પાસે જ એસટીનાં ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં તેણે બેદરકારી પૂર્વક જેટ ગતિએ વળાંક લઈને રસ્તે ચાલીને જતા યુવકને ફંગોળ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે બસપોર્ટનાં સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અને પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક રસ્તે ચાલીને જઈ રહ્યો છે. ત્યારે એક માતેલા સાંઢની માફક દોડતી એસટી બસ વળાંક લેતી સમયે યુવકને હડફેટે લઈ લે છે. આ ઘટનાને પગલે એકઠા થયેલા લોકોના જણાવ્યા બાદ ડ્રાઈવર બસને રિવર્સ લે છે. સદનસીબે બસનું ટાયર યુવક પર ફરી નહીં વળતા તેનો જીવ બચી ગયો હતો. પરંતુ ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.
https://twitter.com/WatchGujarat/status/1357593525676765190?s=20
અકસ્માત અંગે ભોગ બનનાર રાજેશભાઇ વાઘેલાનાં ભાણેજ દીપકભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેના મામા રાજેશભાઇ નવા બસ સ્ટેન્ડમાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. દરમિયાન ત્રણેક દિવસ પહેલા તેઓ નોકરી પર હતા. ત્યારે બસપોર્ટના ગેટને ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જસદણ ડેપોની ભાવનગર-રાજકોટ રૂટની બસ ચાલકે બસપોર્ટમાં પ્રવેશવા માટે ફુલ સ્પીડમાં વળાંક લઇ તેને ઠોકરે ચડાવ્યા હતા. અને એસટીનાં સતાધીશો દ્વારા છેક ત્રણ દિવસ બાદ તેમને જાણ કરવામાં આવી હતી.
આ ગોઝારા અકસ્માતમાં રાજેશભાઇને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. એ ડિવિઝન પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી ગુનો નોંધી બસચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે એસટીનાં ડિવિઝનલ મેનેજર એન. બી. વરમોરાએ જણાવ્યા મુજબ હાલ ડ્રાઈવર સામે ફોજદારી કાર્યવાહી ચાલુ છે. તેમજ એસટી વિભાગ પણ ડ્રાઈવર સામે પગલાં લેશે. જોકે ડ્રાઈવર સામે શું કાર્યવાહી કરવી તે માટેનો નિર્ણય ડિવિઝનથી આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે.