યુવાધનને નશાના રવાડે ચડતું બચાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા
રાજકોટમાં વેચાણ માટે સુરતથી ગાંજાનો જથ્થો સુરતથી લાવ્યા હોવાની કબૂલાત
SOG પોલીસે 4.10 લાખની કિંમતનો 41 કિલો ગાંજાનો માદક જથ્થો કબ્જે કર્યો
WatchGujarat યુવાધનને નશાના રવાડે ચડતું બચાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વો અને સેવન કરતા નબીરાઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે ગત સાંજે રાજકોટ અમદાવાદ હાઇવે પર ફિલ્મી ઢબે સ્વીફ્ટ કારનો 10 કિમી સુધી પીછો કરી પોલીસે 41 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દરમિયાન એક વૃદ્ધને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, એસઓજી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આવતી એક સ્વીફ્ટ કારમાં બે શખ્સો ગાંજાનો મોટો જથ્થો લઈ આવી રહ્યા છે. જેના આધારે પોલીસે વાંકાનેર બાઉન્ડરી પાસે વોચ ગોઠવી હતી બાતમીવાળી સ્વીફ્ટ કાર પસાર થતા અટકાવવા ઈશારો કરતા કારચાલકે કાર હંકારી મૂકી હતી. જેથી એસઓજીની બે ટીમોએ બે પોલીસ કાર મારફતે પીછો શરુ કર્યો હતો.
પોલીસ પાછળ પડતા અમદાવાદ હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અને અંદાજે 10 કિલોમીટર સુધી ખેપિયાઓનો પોલીસે પીછો કર્યો હતો. બાદમાં કુવાડવા અને ક્રિષ્ના વોટર પાર્ક વચ્ચે આરોપીઓની સ્વીફ્ટ કાર પલ્ટી જતા બંને ખેપિયાઓ કારમાંથી ઉતરી ખેતરમાં ભાગવા લાગ્યા હતા. જો કે પોલીસે પીછો કરી બંનેને ઝડપી લીધા હતા. કારની તલાશી લેતા તેમાંથી 4.10 લાખનો 41 કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં બંનેના નામ કાદર અનવરભાઈ પઠાણ અને ચેતન ચમનભાઈ સાપરીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પીછો કરતા બંનેએ આડેધડ કાર ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે દરમિયાન એક બાઈક ચાલક વૃદ્ધને હડફેટે લેતા તેઓ ફંગોળાઈ ગયા હતા. અને ત્યાર બાદ આરોપીઓની કાર પલ્ટી જતા પોલીસે બંનેને ઝડપી લઈ 108ને જાણ કરીને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડયા હતા. બંનેએ ગાંજો સુરતથી લાવ્યા હોવાની કબૂલાત પણ આપી છે.