• મહાનગરપાલિકાની ચૂંટણીનાં મતદાન આડે માત્ર એક જ દિવસ બાકી
  • BJP ની જીતનો દાવો કરતા બુકીઓ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ભાવો પણ ખોલવામાં આવ્યા

WatchGujarat મહાનગરપાલિકાની ચૂંટણીનાં મતદાન આડે માત્ર એક જ દિવસ બાકી છે. ત્યારે સટ્ટા બજારમાં પણ ભારે ગરમાવો આવ્યો છે. અને BJP ની જીતનો દાવો કરતા બુકીઓ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ભાવો પણ ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ અને આપ પાર્ટીનાં ભાવ બુકીઓએ ખોલ્યા નહોતા. પરંતુ હવે આ બન્ને પાર્ટીઓનાં ભાવો પણ ખોલવામાં આવ્યા છે. બુકીઓનાં અંદાજ મુજબ રાજકોટમાં કુલ 72 પૈકી કોંગ્રેસને 17 બેઠક મળશે જયારે આપને 5 બેઠકો મળશે. અને બાકીની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.

બુકીઓએ કોંગ્રેસને 17 બેઠકો મળશે અને 19 બેઠકો નહી મળે તેની ઉપર સટ્ટો રમાડવાનું શરૂ કર્યું છે. સામે આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળશે અને 7 બેઠકો નહી મળે તેની ઉપર સટ્ટો રમાઈ રહ્યો છે. રાજકોટમાં ક્રીકેટ મેચનો સટ્ટો અડધો ડઝનથી વધુ આઈડી પર પોલીસની મીઠી નજર હેઠળ રમાય છે. આ આઈડી પૈકીની નામચીન બુકીની એક આઈડી પર રાજકોટ મનપાની ચૂંટણી પરના સટ્ટાના ભાવ ખુલ્યાં છે. અને તેમાં કરોડો રૂપિયા લગાવાઈ ગયા હોવાનું પણ ખાનગી રાહે જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત કેટલાંક સ્થાનીક બુકીઓ પણ પોતાનાં વિસ્તારનાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનાં ભાવ ખોલી નાના પાયે સટ્ટો રમાડી રહ્યાં છે. રાજકોટ મનપાની ચૂંટણી પર અંદાજે 100 કરોડથી વધુનો સટ્ટો રમાવાનો અંદાજ છે. બુકીઓએ કયા વોર્ડમાં ભાજપ- કોંગ્રેસનો કયો ઉમેદવાર જીતશે તેના ભાવો પણ ખોલી નાખ્યા છે. જો કે મતદાન બાદ આ ભાવમાં વધઘટ થવાની પૂરતી શક્યતા છે. પરંતુ કોર્પોરેશન પર ભાજપનું જ શાસન રહેવાની વાત બુકીઓનાં મતે લગભગ નિશ્ચિત છે. ત્યારે બુકી બજારનું અનુમાન કેટલું સાચું નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud