• બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યાં બાદ સારવાર દરમિયાન થયું મોત
  • તેણીના રૂમમાંથી ખાલી ઇન્જેક્શન પણ મળ્યું

WatchGujarat. સીનર્જી હોસ્પિટલમાં ફરજ બજાવતી ગીર સોમનાથની નર્સનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. યુવતિ માધાપર ચોકડી નજીકનાં એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી હતી. અને તેના ઘરનાં બાથરૂમમાંથી જ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું છે. તેણીના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું. જેને લઈને મોતનું કારણ જાણવા વિસેરા લેવામાં આવ્યા છે. અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડીએ હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે રખાયેલા ફલેટમાં બીજા માળે બે રૂમ પાર્ટનર સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પાબેન ભુપતભાઇ જનકાત ગઇકાલે નોકરી પરથી આવ્યા બાદ નહાવા ગઇ હતી. લાંબો સમય સુધી તે બહાર નહીં આવતાં તેમજ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં રૂમ પાર્ટનરે અન્ય માળ પર રહેતાં લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. જેમાં અલ્પાબેન બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન અલ્પાબેનનું મોત થતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ,  મૃતક અલ્પાબેન મુળ ગીર સોમનાથની વતની હતી. તેમના એક ભાઇ મવડી નજીક રહી નોકરી કરે છે. પોલીસના જણાવ્યા મુજબ અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન મળ્યું હતું. પરંતુ શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યા નથી. જોકે અલ્પાબેનના બંને સાથળ પર ચાંભા પડી ગયાનાં નિશાન જોવા મળતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners