• રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે વિવિધ સરકારી કચેરીઓ અને મોબાઈલ કંપનીઓના 100 કરોડ રૂપિયાનો વેરો હજુ બાકી
  • તંત્ર પણ આવી કચેરીઓ સામે વેરાની વસૂલાતમાં ઢીલ રાખતી હોય તેમ લાગે છે
  • સામાન્ય માણસ પાસે કડક વસૂલાત તો આમની સામે કાર્યવાહી કેમ નહિ : વિપક્ષના તંત્ર સામે સવાલો
  • રેલવે 15 કરોડની ભરપાઇ કરે છે, બીજા પત્રવ્યવહાર ચાલુ : મેયર

WatchGujarat. ઉલ્લેખનીય છે કે કોઈ પણ દેશ, રાજ્ય કે શહેરનો વિકાસ લોકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સ પર આધારીત હોય છે. જેના માટે વધારેમાં વધારે ટેક્સની રકમ મહાનગરપાલિકાઓ દ્વારા વેરાની વસુલાત કરવામાં આવતી હોય છે. જેનું મુખ્ય હેતુ હોય છે કે મનપાની તિજોરીમાં વધારેમાં વધારે ટેક્સની રકમ આવે. આ માટે જ રાજકોટ મહાનગરપાલિકા પણ હાલમાં મિલકત વેરાની વસૂલાત કરી રહી છે. પરંતુ કહેવાય છે કે દિવા તડે અંધારુ તેમ સામાન્ય લોકો પાસેથી વેરા વસુલતી રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે વિવિધ સરકારી કચેરીઓ અને મોબાઈલ કંપનીઓના અધધધ 100 કરોડ રૂપિયાનો વેરો હજુ બાકી છે.

તમને જણાવી દઈએ કે રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓ અને મોબાઇલ કંપનીઓના 100 કરોડ રૂપિયાનો વેરો હજુ બાકી છે જે ભરપાઇ કરવામાં આવ્યો નથી. આ પરથી લાગી રહ્યું છે કે તંત્ર આવી કચેરીઓ સામે વેરાની વસૂલાતમાં ઢીલ રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિકાસનો આધારે લોકો દ્રારા ચૂકવવામાં આવતા ટેક્સને આભારી હોય છે. પરંતુ જ્યારે સરકારી કચેરીઓ જ વેરા ન ચૂકવતી હોય ત્યારે તંત્ર સામે સવાલો ઉભા થાય છે.

એક તરફ જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4 લાખ જેટલા કરદાતાઓને વેરાની વસૂલાત માટે વેરા બિલની બજવણી કરવામાં આવી છે. સાથે કરદાતાઓને નિયત સમયમાં વેરો ભરપાઇ કરવાની પણ સૂચના આપી છે. જ્યારે બિજી તરફ સરકારી કચેરીઓ ને મોબાઈલ કંપનીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય માણસ માટે સૂરા બનતું આ તંત્ર સરકારી કચેરીઓ અને મોબાઇલ કંપનીઓ સામે પાંગળું બની જાય છે. આ અંગે વિરોધ પક્ષ દ્વારા તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. જેમાંવિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ સરકારને આડેહાથ લેતા કહ્યું હતુ કે, સામાન્ય માણસ જો વેરો ન ભરપાય કરે તો તેની મિલક્ત સીલ કરવા સુધીના આકરાં પગલા લેવામાં આવી રહ્યા છે તો આવી કચેરીઓ સામે કાર્યવાહી કેમ નહિ. રાજ્યમાં અને કેન્દ્ગમાં બંન્નેમાં ભાજપની સરકાર હોવા છતાં મનપાની તિજોરીમાં સરકારી કચેરીઓના વેરા પેટેના રૂપિયા ભરપાય કરવામાં આવતા નથી.

આ અંગે રાજકોટ મનપાના મેયર પ્રદિપ દવે જણાવ્યું હતું કે, વિવિધ સરકારી કચેરીઓ સાથે વેરાની વસુલાતને લઇને પત્રવ્યવહાર ચાલી રહ્યો છે, જે પૈકી રેલવેએ 15 કરોડ રૂપિયા ભરપાય કરવાની તૈયારી દર્શાવી છે અને તેના એમઓયુ પણ થઇ ગયેલ છે. આ ઉપરાંત અન્ય સરકારી કચેરીઓ પાસેથી વેરાની વસૂલાત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને બેઠક કરવામાં આવશે. આ અંગે વહેલી તકે વેરાની વસૂલાત થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવું તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વેરાની વસૂલાતને લઇને 340 કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 123 કરોડના વેરાની વસૂલાત થઇ છે. આ ટાર્ગેટને પૂરો કરવા માટે સરકારી મિલકતોનો જંગી બાકી વેરાને લઇને તંત્રએ કમર કસવી ખૂબ જરૂરી છે.

સરકારી કચેરીના બાકી વેરાની વિગત

-રાજકોટ પોલીસ ભવન                  6.10 કરોડ

-ઇન્કમટેક્સ ઓફિસ                      23 કરોડ

-રેલવે                                             15 કરોડ

-જીએસટી ઓફિસ                        32 કરોડ

-પીડબલ્યુડી ઓફિસ                     8.76 કરોડ

-બીએસએનએલ                           1.86 કરોડ

– આ ઉપરાંત વિવિઘ ટેલિકોમ કંપનીઓ પાસેથી મોબાઇલ ટાવરના મિલકત વેરાના 35 કરોડ રૂપિયાની વેરા વસુલાત બાકી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud