શહેરનાં ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતી હીર દોશીએ માત્ર 13 વર્ષની નાની ઉંમરે પરિવાર સહિત રાજકોટનું નામ રોશન કરી પોતાનું 'હીર' ઝળકાવ્યું
32,256 પીસ દ્વારા બનાવવામાં આવેલી રેવન્સ બર્જરની 'ધ ન્યુયોર્ક સિટી વિન્ડો' નામની 17 ફૂટ પહોળી અને 6 ફૂટ જેટલી લાંબી પઝલ
WatchGujarat રંગીલા રાજકોટવાસીઓ હંમેશા કંઇક અલગ કરવા માટે જાણીતા છે. અને આ ખાસિયતને કારણે વર્લ્ડ રેકોર્ડની અલગ-અલગ બુક્સમાં પણ રાજકોટનું નામ મોખરે રહ્યું છે. ત્યારે શહેરનાં ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતી હીર દોશીએ માત્ર 13 વર્ષની નાની ઉંમરે પરિવાર સહિત રાજકોટનું નામ રોશન કરી પોતાનું 'હીર' ઝળકાવ્યું છે. હીરે 13 વર્ષની ઉંમરે 3 વર્ષ અને એક મહિનાની મહેનત બાદ એક ખાસ પઝલ તૈયાર કરી છે. 32,256 પીસ દ્વારા બનાવવામાં આવેલી રેવન્સ બર્જરની 'ધ ન્યુયોર્ક સિટી વિન્ડો' નામની 17 ફૂટ પહોળી અને 6 ફૂટ જેટલી લાંબી પઝલને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળ્યું છે.
પઝલ એવી વસ્તુ છે જેમાં સતત મગજનો ઉપયોગ કરવો પડે છે. તેમાં પણ 10-12 વર્ષના બાળકો પઝલ બનાવવી તો દૂર સાવ સામાન્ય પઝલ સોલ્વ કરવામાં પણ ચકરાવે ચડી જતા હોય છે. ત્યારે 13 વર્ષની વયે હીરે સૌથી મોટી પઝલ બનાવવાની આ અનોખી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. જેને સૌકોઈ બિરદાવી રહ્યા છે. પોતાની આ સફળતા વિશે જણાવતા હીર કહે છે કે, નાનપણથી જ પઝલનો ખુબ શોખ હતો. તેનો શોખ સમજી ગયેલા પિતા પણ તેને અવારનવાર જુદી-જુદી પઝલો લાવી આપતા હતા.
https://youtu.be/VJrJO_ugc5Q
વધુમાં હીરે જણાવ્યું હતું કે, પોતે 10 વર્ષની હતી ત્યારે જ આ પઝલ બનાવવાનું નક્કી કર્યું હતું. અને પિતાએ પણ અમેરિકાથી 'ધ ન્યુયોર્ક સિટી વિન્ડો' નામની પઝલ બનાવવા માટે જરૂરી પીસ મંગાવી આપતા જ હીરે કામ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તો પોતાને પણ આશા નહોતી કે તે આ પઝલ બનાવી શકશે. પરંતુ મહેનત કરતા-કરતા વિશ્વાસ વધુને વધુ દ્રઢ બનતો ગયો હતો. અને તેણીએ અભ્યાસમાં અડચણ ન બને તેમ દરરોજ 2-3 કલાકનો સમય પઝલ માટે ફાળવવાનું શરૂ કર્યું હતું.
હીરનાં કહેવા મુજબ, તેણી આ પહેલા પણ 3 હજાર પીસની પઝલ બનાવી ચુકી છે. જ્યારે આ પઝલ માટે 3 વર્ષ અને 1 મહિના દરમિયાન 1500 કલાકથી વધુ સમયની મહેનત બાદ 'ધ ન્યુયોર્ક સિટી વિન્ડો' પઝલ તૈયાર થઈ છે. તેની આ પઝલને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં સ્થાન મળતા તો તેની ખુશી બમણી થઈ ગઈ છે. અને આગામી સમયમાં પણ પઝલ બનાવવાનાં ક્ષેત્રમાં નવા શિખરો સર કરવાનો વિશ્વાસ પણ વધુ દ્રઢ બન્યો હોવાનું હીરે જણાવ્યું છે.