જુનાગઢ ખાતે રહેતા 27 વર્ષીય દિપકભાઇ અશોકભાઇ જાગીયા નામનો સોની યુવાન આજે રાજકોટ આવ્યો
રીક્ષા ઉભી રખાવી વેપારીને હિન્દી ભાષામાં પોતે ક્રાઇમ બ્રાંચમાંથી આવે છે તેવું કહીને થેલો ચેક કરવા માંગ્યો
વેપારીએ પોતાનો થેલો ચેક કરતા જ અંદરથી બિસ્કીટ ગાયબ હોવાનું જણાતા થોડીવાર માટે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ
WatchGujarat. કરણસિંહજી હાઇસ્કુલ નજીક ટુ વ્હીલર પર આવેલા બે ગઠીયાએ જુનાગઢના સોની વેપારી યુવાનને પોલીસનાં નામે છેતર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બંનેએ ક્રાઇમ બ્રાંચમાંથી આવે છે તેમ કહી તેનો થેલો ચેક કરવાના બહાને 500 ગ્રામ વજનના સોનાના 5 બિસ્કીટ લઇ લીધા હતા. અને વેપારી યુવાન કંઈપણ સમજે તે પહેલાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે બાદમાં ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે શહેરમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
https://youtu.be/pLxqCl8I6Q4
જાણવા મળતી વિગત મુજબ, જુનાગઢ ખાતે રહેતા 27 વર્ષીય દિપકભાઇ અશોકભાઇ જાગીયા નામનો સોની યુવાન આજે રાજકોટ આવ્યો હતો. અને સોની બજાર કોઠારીયા નાકાથી એસ.ટી. બસ સ્ટેશન માટે જવા રીક્ષામાં બેઠો હતો. કરણસિંહજી હાઇસ્કુલ પાસે પહોંચતા સફેદ રંગના અપાચે ટુ વ્હીલરમાં બે શખ્સો આવી ચડ્યા હતા. અને રીક્ષા ઉભી રખાવી વેપારીને હિન્દી ભાષામાં પોતે ક્રાઇમ બ્રાંચમાંથી આવે છે તેવું કહીને થેલો ચેક કરવા માંગ્યો હતો.
વેપારીએ થેલો ચેક કરવા માટે આપતા એક શખ્સે તો તેઓને વાતચીતમાં પરોવી રાખ્યા હતા. અને બીજાએ નજર ચુકવી થેલામાંથી 500 ગ્રામ વજનના સોનાનાં 5 બિસ્કિટ સેરવી લીધા હતા. અને થેલો પાછો આપીને આ બંને જતા રહ્યા હતા. તેમના ગયા બાદ વેપારીએ પોતાનો થેલો ચેક કરતા જ અંદરથી બિસ્કીટ ગાયબ હોવાનું જણાતા થોડીવાર માટે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે બાદમાં તરત જ સ્વસ્થ થઇને તેમણે પોલીસને જાણ કરી હતી.
વેપારીનાં જણાવ્યા મુજબ બંને શખ્સો વ્હાઇટ કલરના અપાચે બાઇકમાં આવ્યા હતા. આ પૈકી એક શખ્સે સફેદ શર્ટ અને વાદળી પેન્ટ પહેર્યુ હતું અને મોઢે રૂમાલ બાંધ્યો હતો. તેમજ પાતળા બાંધાનાં આ શખ્સે ચશ્મા પણ પહેર્યા હતા. વેપારીની આ ફરિયાદને આધારે એ ડીવીઝન પોલીસે કન્ટ્રોલરૂમને જાણ કરતા શહેરભરમાં નાકાબંધી કરવામાં આવી છે. અગાઉ પણ પોલીસના નામે આ રીતના બનાવ બની ચૂક્યા છે. ત્યારે ફરીવાર આવી જ ઘટના સામે આવતા પોલીસનાં નામે લૂંટ ચલાવનાર કોઈ ગેંગ સક્રિય થઈ હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.