• પૂર્વ વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયા અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા વચ્ચે ખેડૂત સંમેલન મુદ્દે થયેલી વાતચીતની ઓડિયોકલીપ વાઇરલ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવા આડે ગણતરીના દિવસો બાકી તે પહેલા જ ઓડિયો કલીપ વાઇરલ

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવા આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પૂર્વ વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયા અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા વચ્ચે ખેડૂત સંમેલન મુદ્દે થયેલી વાતચીતની ઓડિયોકલીપ વાઇરલ થઈ છે. જેમાં વશરામ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે, ગુજરાતમાં આપણે હાઈલાઈટ કરવું છે કે અમને નથી જવા દેતા.. ફોટા પડાવી લેવાના..!3

પૂર્વ વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયા અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા
પૂર્વ વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયા અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા

જાણો શુ છે વાયરલ ઓડિયોક્લિપમાં

વશરામ : અવસરભાઇ કેટલા લોકો આવશો?
અવસર : 150 જણા આવશે.
વશરામ : કેટલા ?
અવસર : 150
વશરામ : હા તો એ ગાડીના નંબર લઇ લેજો અહીં , ઇન્દ્રનીલ ભાઇના માણસને આપી દેજો હું વ્યવસ્થા કરાવી દવ છું.
વશરામ : બધાને સૂચના આપી દેજો જ્યાં રોકે ત્યાં રસ્તા પર બેસી જાય અને ખેડૂત આંદોલનમાં અમને જવા નથી દેતા તેવા ફોટા પડાવી લેવાના આખેઆખા ગુજરાતમાં આપણે હાઈ લાઇટ કરવું છે કે અમે એકઠા થવાના હતા 20,000 પણ સરકારે રોકી લીધા એટલે અમે ભેગા નથી થયા.

અવસર : હા કાંઈ વાંધો નહીં.

વશરામ : જ્યાં રોકે ત્યાં આવું બોલવાનું બધાને કહી દેજો.

ઉલ્લેખનીય છે કે, આ ખેડૂત આંદોલન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાનીમાં થાય છે અને તેનું કોંગ્રેસમાં સક્રિય થવું પસંદ ન હોવાના કારણે તેમના જ પક્ષના વિરોધીઓએ આ ઓડિયો ક્લિપ વાઇરલ કરી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. કાલે પોલીસ પાસે ખેડૂત આંદોલન માટે મંજૂરી માંગવામાં આવી હતી. પણ મંજૂરી ન મળતા ઘરણા કર્યા હતા. પરંતુ આ ધરણામાં પણ માત્ર 8 થી 10 લોકો હોવાથી ખડુતોનું ધાર્યું સમર્થન મળતું નહીં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud