મોરબી રોડ નજીક કિન્નરોએ ભેગા મળી ટ્રાન્સજેન્ડર ચિરાગ મકવાણાને માર મારી વિડિયો ર્કોર્ડ કર્યાનો આક્ષેપ કરાયો છે.
કિન્નરોનો ભોગબન્નાર ચિરાગ મકવાણાએ પાયલ રાઠવાએ સાથે મળીને પોલીસ કમિશ્નર પાસે ન્યાયની માંગ કરી છે.
ચિરાગ ઉર્ફે ચાંદનીના આક્ષેપ બાદ રાજકોટ કિન્નર સમાજના અધ્યક્ષ અને મઢના વડા કિરણદે એ ચિરાગના આક્ષેપ ફગાવી દીધા
[caption id="attachment_1275041" align="aligncenter" width="1280"] Gujarat, Rajkot Transgender allegation injustice, presentation to CP[/caption]
WatchGujarat. શહેરમાં ટ્રાન્સજેન્ડરને માર મારવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચિરાગ મકવાણાને મોરબી રોડ નજીક કિન્નરોએ સાથે મળી નગ્ન કરી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એ ઘટનાનો વિડિયો રેકોર્ડ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે આ ટ્રાન્સજેન્ડર ચિરાગે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી ન્યાય આપવાની માંગ કરી છે.
ટ્રાન્સજેન્ડર ચિરાગ ઉર્ફે ચાર્મી મકવાણાનાં જણાવ્યા અનુસાર, ગત શનિવારે કિન્નરો દ્વારા એક સોસાયટીમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો. અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં કિન્નરો તેમને જબરદસ્તી બજારમાં માંગવા લઈ જતા હતા. તો સાથે જ કિન્નરો દ્વારા ચિરાગને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ઘરની બહાર કોઈ વસ્તુ લેવા જતી વખતે પણ તેમની સાથે કાયમ એક કિન્નર રહેતા હતા. તેમજ એક મહિનામાં જાનથી મારવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવી પોલીસ રક્ષણ આપવાની માંગ તેમણે કરી છે.
[caption id="attachment_1275040" align="aligncenter" width="1280"] Gujarat, Rajkot Transgender allegation injustice, presentation to CP[/caption]
રામનાથપરાનાં મીરા ઉર્ફે ફટકડી સહિતના કિન્નરોએ ટ્રાન્સજેન્ડર ચાર્મીને તેમની સાથે રહીને કમાઈ આપવા કહ્યું હતું. પરંતુ ટ્રાન્સજેન્ડર ચાર્મીએ આ વાત નકારતા કિન્નરો દ્વારા તેને શારીરિક - માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. જેને લઈને આજરોજ ટ્રાન્સજેન્ડર ચિરાગ મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ અગાઉ કિન્નરોનાં અત્યાચારનો ભોગ બનનાર પાયલ રાઠવાએ સાથે મળીને પોલીસ કમિશ્નર પાસે ન્યાયની માંગ કરી છે.
જોકે ચિરાગ ઉર્ફે ચાંદનીના આક્ષેપ બાદ રાજકોટ કિન્નર સમાજના અધ્યક્ષ અને મઢના વડા કિરણદે એ ચિરાગના આક્ષેપ ફગાવી દીધા હતા. અને ટ્રાન્સજેન્ડર સામે કિન્નર સમાજના નામે પૈસા વસૂલવા અને ગોરખધંધા કરવાનો સામે આરોપ લગાવ્યો છે. કિન્નર સમાજના અન્ય એક કિન્નર મોહિનીદે એ પણ ચિરાગ ઉર્ફે ચાંદની થોડા સમય માટે કિન્નર સમાજમાં આવ્યો હોવાનું અને નિયમ વિરુદ્ધ પૈસા ઉઘરાવતો હોવાનું જણાવ્યું છે.