• રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને કુલ 200 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો નોંધાયા
  • આગામી દિવસોમાં પણ આ પ્રકારના કેમ્પ યોજીને વધુમાં વધુ લોકોને વેકસીનેટ કરવા પ્રયાસ ચાલુ રાખવામાં આવશે – મિત્સુ વ્યાસ
  • સામાજિક સંસ્થાની મદદથી વહીવટી તંત્ર દ્વારા કોરોના વેકસીન આપવા માટે મેગા કૅમ્પ યોજાયો

WatchGujarat. કોરોનાથી બચવા માટે વેકસીનેશન એકમાત્ર ઉપાય છે. ત્યારે રાજકોટમાં જોરશોરથી રસીકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજરોજ ટ્રાન્સજેન્ડરો અને કિન્નરો માટે એક મેગા વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અગાઉ 9 જેટલા કિન્નરો ટ્રાન્સજેન્ડરોએ કોરોના વેકસીનનો પ્રથ ડોઝ લીધો હતો. ત્યારે આજે તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે આજે 100 કરતાં વધુ નવા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો પ્રથમ ડોઝ માટે આવ્યા હતા. જેમને વહીવટી તંત્રની મદદ દ્વારા કોરોનાની વેક્સિ આપવામાં આવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ વ્યાસે જણાવ્યું હતું કે, હાલ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને વેકસીન આપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂપે અગાઉ 95 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતા. જ્યારે આ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને બીજો ડોઝ આપવા માટે અને નવા 100 જેટલા કિન્નર- ટ્રાન્સજેન્ડરોને વેકસીન આપવા માટે વહીવટી તંત્રની મદદ દ્વારા આજે આ મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ પ્રકારના કેમ્પ યોજીને વધુમાં વધુ લોકોને વેકસીનેટ કરવા પ્રયાસ ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને કુલ 200 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો નોંધાયા છે. જ્યારે અગાઉ પણ તેમને મનપા તંત્રની મદદથી કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેને જોઈને વધુ પ્રમાણમાં કિન્નરો અને ટ્રાન્સજન્ડરો વેકસીન લેવા માટે પ્રેરાયા હતા. જેમને આજે સામાજિક સંસ્થાની મદદથી વહીવટી તંત્ર દ્વારા કોરોના વેકસીન આપવા માટે મેગા કૅમ્પ યોજાયો હતી. જેમાં નવા 100 ટ્રાન્સજેન્ડર અને કિન્નરો વેકસીન લેવા માટે આવી પહોંચ્યા હતા. જેને રજિસ્ટ્રેશન બાદ કોરોના વેકસી આપવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud