WatchGujarat. એકતરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેમાં બાળકોને સૌથી વધુ સંક્રમણ થવાની શક્યતા નિષ્ણાંતો દર્શાવી રહ્યા છે. બીજીતરફ અમુક શાળા સંચાલકો નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ બાળકોનાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. ત્યારે લાલબહાદુર ઈંગ્લીશ મીડીયમ શાળામાં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો એક વિડીયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈને કલેક્ટરે આ બાબતે DEO પાસે જવાબ માંગ્યો છે. તો શાળા દ્વારા આ માટે વાલીઓની સંમતિ લેવામાં આવી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.
https://youtu.be/7P-CvFDX73k
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ક્લાસમાં 50 કરતા વધુ વિદ્યાર્થીઓને એક બેન્ચમાં 3-3 કરીને બેસાડવામાં આવ્યા છે. ઉપરાંત વર્ગખંડમાં 3થી 4 શિક્ષકો હાજર જોવા મળી રહ્યા છે. શિક્ષકને પૂછતાં તેમને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ હોવાનું જણાવ્યું હતું. પરંતુ એક વિદ્યાર્થીને બોલાવી નોટબુક ચેક કરતા ધોરણ 5ની નોટબુક હોવાનું સામે આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને પૂછતાં 10 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 5માં અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું હતું. વિડીયો વાયરલ થતા જ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી પાસે જવાબ માંગી જવાબદારો સામે કડક પગલાં લેવા આદેશ કર્યો છે.
આ વિડીયો અંગે સ્કૂલના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદીએ કહ્યું હતું કે, વિડીયો સાચો છે. પરંતુ ટ્રસ્ટ સંચાલિત શાળા હોય ગરીબ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે. માટે તેઓને ઓનલાઇન શિક્ષણ મળી ન શકતું હોવાથી તેના વાલીઓની સંમતિ સાથે માત્ર બે કલાક માટે શાળાએ કવેરી હોવાથી બોલાવવામાં આવ્યા હતા. ગરીબ ઘરના વિદ્યાર્થીઓ ઘરમાં બે બે મોબાઈલ ન હોવાથી બાળકોને અભ્યાસ કરાવી શકતા નહીં હોવાથી તેમની મદદ માટે બાળકોને શાળાએ બોલાવવા પડ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત બુધવારના રોજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી 2 સપ્ટેમબરથી ધોરણ 6થી 8 ના વર્ગો માટે ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં રાજકોટની લાલ બહાદુર ઈંગ્લીશ મીડીયમ શાળામાં ધોરણ 5થી 7 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી એક બેન્ચમાં 3 વિદ્યાર્થીઓ બેસાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ અપાતું હોવાની ચર્ચા હાલ લોકોમાં ઉઠી રહી છે. ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.