શહેરનાં પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પરની હૈયું હચમચાવતી ઘટના
બંને કિશોરે પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતી તરૂણી સાથે આ જઘન્ય કૃત્ય આચર્યું
કોઈને વાત કરીશ તો એપાર્ટમેન્ટથી નીચે ફેંકી દેવાની ધમકી આપી
ઘટના બનતા સરકારનાં નારી સુરક્ષાનાં દાવાઓ પર પણ ફરી એકવાર અનેક સવાલો ઉઠી રહ્યા
WatchGujarat શહેરનાં પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક શ્વાન રમાડવાનાં બહાને 13 વર્ષની તરૂણીને અગાસીમાં લઈ જઈ 12-12 વર્ષનાં બે બાળકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. બંને કિશોરે પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતી તરૂણી સાથે આ જઘન્ય કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને આ ગુનામાં સંડોવાયેલા બંને કિશોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટનાં કાલાવડ રોડ પરનાં મોટામવા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરૂણી તેના ફ્લેટ પાસે હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે અને બીજા માળે રહેતા 12-12 વર્ષના બે કિશોરો તેને બોલાવી હતી. તરૂણી પાસે બે શ્વાન હતા. જેથી બંને કિશોરે શ્વાનને લઇને અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. બંને કિશોર પાડોશી હોવાથી 13 વર્ષની તરૂણી સહજ રીતે તેના બે શ્વાન લઇને અગાસી પર પહોંચી હતી. જો કે તેણી અગાસીમાં પહોંચતા એક કિશોરે દરવાજો બંધ કરી દીધો હતો.
ત્યારબાદ બંનેએ બળજબરીથી આ તરૂણીનાં કપડાં ઉતરાવી એક બાદ એક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અને હવસ સંતોષી લીધા બાદ તેણીને રેઢી મૂકીને બંને ચાલ્યા ગયા હતા. સાથે જ કોઈને વાત કરીશ તો નીચે ફેંકી દેશું તેવી ધમકી પણ આપી હતી. બાદમાં તરૂણી પોતાના ઘરે પહોંચી હતી. અને રડતા-રડતા આપવીતી માતાને સંભળાવતા તેની જનેતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. અને થોડીવાર માટે તે પણ અવાચક થઇ ગઇ હતી.
જો કે અંતે તેણે પતિને જાણ કરતાં મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો હતો. 13 વર્ષની તરૂણી સાથે 12-12 વર્ષના બે કિશોરોએ કરેલા આ સામૂહિક દુષ્કર્મની વાત સાંભળી પોલીસ અધિકારી પણ સ્તબ્ધ થઇ ગયા હતા.પોલીસે ફરિયાદી પાસેથી વિગતો લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના શહેરનાં પોષ વિસ્તારમાં બનતા સરકારનાં નારી સુરક્ષાનાં દાવાઓ પર પણ ફરી એકવાર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને આટલી નાની ઉંમરનાં બાળકોમાં આવી વિકૃતિ જોવા મળતા આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.