એક પછી એક બે મોટર કાર ટ્રક સાથે અથડાતા બે લોકો ઘાયલ થયા છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
WatchGujarat શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. અને છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતોના બનાવ વધી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે જામનગર હાઇવે પર માધાપર ચોકડી પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એક પછી એક બે મોટર કાર ટ્રક સાથે અથડાતા બે લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે ટ્રાફિકજામ થતા પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. #Rajkot
જાણવા મળતી વિગતો મુજબ નવા 150 ફૂટ રિંગરોડ થી રાજકોટ હાઇવે તરફ જતા એક ટ્રક સાથે બે કાર અથડાઈ હતી. નવા 150 ફૂટ રિંગરોડ તરફથી આવતા ઇન્ડેનનાં ટ્રકે રાજકોટ જવા તરફના માર્ગ પર વળાંક લીધો હતો. દરમિયાન સૌથી પહેલા એક સફેદ કલરની વેગનઆર કાર ટ્રક સાથે અથડાઇ હતી. જોતજોતામાં તેની પાછળ આવી રહેલી ગ્રે કલરની I 20 કાર અથડાઈ હતી.
ઈન્ડેન ગેસ કંપનીનાં ટ્રક અને બે કાર વચ્ચેનાં વિચિત્ર અકસ્માતને લઈને ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતાં. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમો દોડી ગઈ હતી. અને 108 મારફતે ઘાયલોને સારવાર માટે ખસેડી પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ બંને કારોમાં વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે બંને કાર ચાલકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
More #Two #injured #in triple #accident #madhapar #crossroads #Rajkot news #Watchgujarat