શહેરના તાલુકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
કલેક્ટર કચેરીમાં ભૂમાફિયા વિરૂધ્ધ લેખિત અરજી અપાય હતી
WatchGujarat રાજ્ય સરકારે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ફરમાવતા નવા કાયદા (લેન્ડ ગ્રેબિંગ એક્ટ)ને અમલી બનાવ્યો છે. જે અંતર્ગત અગાઉ પણ ફરિયાદ નોંધાઇ ચુકી છે. ત્યારે શહેરના તાલુકા પોલીસ મથકમાં આ કાયદા હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન વેંચી નાખી રૂ. 73 લાખની છેતરપીંડી આચરનાર બે શખ્સો સામે કલેક્ટર તંત્રનાં આદેશથી મામલતદારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમીન કૌભાંડ અંગે રાજકોટ તાલુકા મામલતદાર કે. એમ. કથિરીયાએ બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ અને કેતન વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, અશ્વિનભાઇ ધીરુભાઇ પરસાણા નામના ખેડૂત 12 જાન્યુઆરીએ કલેક્ટર કચેરીમાં ઉપરોક્ત બન્ને આરોપી વિરૂધ્ધ લેખિત અરજી આપી હતી. અને આરોપ મૂક્યો હતો કે, પોતે મોટામૌવા સર્વે નંબર 135 /1 ની 05-09 ગુઠા જમીનની માલિકી ધરાવે છે. આ જમીનને લાગુ સરકારી ખરાબાની સર્વે નંબર 180 પૈકીની જમીન કાયદા મુજબ નામે ચડાવી દેવા માટે 1 વર્ષ પહેલાં આરોપી કેતન વોરાનો સંપર્ક થયો હતો.
કેતન વોરાએ બીજા આરોપી બહાદુરસિંહ ચૌહાણ સાથે ઓળખાણ કરાવી હતી. બન્ને આરોપીએ એક વર્ષ દરમિયાન અસલ સરકારી દસ્તાવેજો જેવા જ બોગસ દસ્તાવેજો ઉભા કરીને રૂ. 73 લાખ પડાવી લીધા હોવાનું આ અરજીમાં જણાવાયું હતું. આ અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સમક્ષ રજૂ કરાયેલા વિડીયો રેકોર્ડિંગ, પુરાવાઓ ઉપરથી સરકારી જમીન વેચી કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ તપાસ સમિતિની બેઠકમાં ગુનો દાખલ કરાવવાનો હુકમ કરાયો છે.
સમગ્ર મામલે મામલતદાર કે.એમ.કથિયારીયાએ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો. જેને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાએ તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં ગણતરીની કલાકોમાં બંને આરોપી બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ તેમજ કેતન વોરાને ઝડપી પાડી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણો કયા બોગસ દસ્તાવેજો ઉભા કરાયા હતા
મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગરના નોંધણી નંબર, તારીખ વગરના લેન્ડ રેવન્યુ કોર્ડ કલમ -61 હેઠળ પગલાં લેવા બાબતનો હુકમ
મહેસુલ વિભાગ ઓફિસ નંબર-3 સચિવાલય ગાંધીનગરનો જમીન ફાળવવા અંગેનો હુકમ
સરકારી ખરાબાની જમીન બાબતે ગેઝેટ પત્ર
ખેડૂતની જમીન અને તેને ફાળવાયેલી (ખોટી રીતે) જમીનના બોગસ દસ્તાવેજો
અરજદારને ખેતીના હેતુ માટે સરકારી ખરાબાની જમીન લાગુ તરીકે આપી દેવાના હુકમ