રાજકોટમાં દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળતા પ્રાણીપ્રેમીઓમાં ઉત્સાહ
ઈંડાખાઉં પ્રજાતિનાં સાંપ સામાન્ય રીતે કદી જોવા મળતા નથી
ઈંડાખાઉં સાપને એની દુર્લભતાના કારણે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ પરિશિષ્ટ-1માં સંરક્ષણ અપાયું
WatchGujarat. શહેરનાં રોયલપાર્ક વિસ્તારમાં પ્રથમ વખત ઈંડાખાઉં નામની દુર્લભ પ્રજાતિનો સાંપ જોવા મળ્યો હતો. સર્પમિત્ર કમલેશભાઈ ડોડીયા દ્વારા ઈંડાખાઉંનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ તેને સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો. ઈંડાખાઉં પ્રજાતિનાં સાંપ સામાન્ય રીતે કદી જોવા મળતા નથી. અગાઉ ગોંડલ તાલુકામાં આ પ્રજાતિનો સાંપ જોવા મળ્યો હતો. જોકે શહેરી વિસ્તારમાં સૌપ્રથમ આ સાંપ જોવા મળ્યો છે.
https://youtu.be/w00C6K21EEY
આ અંગે સર્પ મિત્ર કમલેશભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 30 વર્ષથી મનુષ્યોનાં વિસ્તારમાં આવી ચડેલા ઝેરી-બિનઝેરી સાપોને સાવધાની પૂર્વક રેસ્ક્યુ કરી નજીકના જંગલ કે વીડી વિસ્તારમાં છોડવા અંગેની સેવા કરે છે.આ સાપનું રેસ્કયુ કરીને ફોટોગ્રાફી કરી દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે જે રાજકોટ ની વન્યજીવન સૃષ્ટિની નોંધનીય ઘટના છે સાથે જ આ સાપને રેસ્કયુ કરી રાજકોટ નજીકના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને છોડવામાં આવ્યો છે. ઈંડાખાઉં સાપને એની દુર્લભતાના કારણે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ પરિશિષ્ટ-1માં સંરક્ષણ અપાયું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં માત્ર કેટલાક વિસ્તાર તથા દક્ષિણ ગુજરાતમાં આ સાંપની હાજરી નોંધાઇ છે. પણ રાજકોટ શહેરમાં સર્વ પ્રથમવાર રેસ્ક્યુ થયેલ છે. રાજકોટમાં સામાન્ય રીતે Cobra જેને નાગ તરીકે ઓળખવામાં આવે છે, Krait જેને ગુજરાતીમાં કાળોતરાથી ઓળખવામાં આવે છે, Saw Scaled Viper જેને ગુજરાતીમાં ફુરસો તથા પૈડકુ તરીકે ઓળખાય છે. Russell's Viper ગુજરાતીમાં ખડચીતરો તથા ચીતડ તરીકે ઓળખાય છે. આ સાંપો જ જોવા મળતા હોય છે.