• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચર્ચાસ્પદ બનેલા કથિત માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યા છે
  • આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્પોર્ટ સંકુલમાં થયેલ માટી કૌભાંડ મામલે તપાસ કમિટીની બેઠક મળશે
  • કૌભાંડ બાબતે ખાતે NSUI દ્વારા કુલપતિ સમક્ષ રમકડાના ટ્રેક્ટર આપીને વિરોધ પ્રદર્શન કરી કુલસચિવ જતીન સોનીના રાજીનામાંની માંગ કરી

Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે  થયેલ માટી કૌભાંડ મુદ્દે NSUI દ્વારા રજીસ્ટ્રારનાં રાજીનામાંની માંગ સાથે દરરોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે પણ NSUIએ કુલપતિને રમકડાનાં ટ્રેકટર આપી અનોખો વિરોધ કર્યો હતો. આ સાથે જ આવેદન પાઠવી કુલસચિવના રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા તમામ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચર્ચાસ્પદ બનેલા કથિત માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્પોર્ટ સંકુલમાં થયેલ માટી કૌભાંડ મામલે તપાસ કમિટીની બેઠક મળશે. દરમિયાન કૌભાંડ બાબતે ખાતે NSUI દ્વારા કુલપતિ સમક્ષ રમકડાના ટ્રેક્ટર આપીને વિરોધ પ્રદર્શન કરી કુલસચિવ જતીન સોનીના રાજીનામાંની માંગ કરી છે. NSUIની અનોખી રજૂઆતના પગલે યુનિવર્સિટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને પોલીસે વિરોધ કરતાં કાર્યકરોની અટકાયત કરી છે.

NSUIએ આક્ષેપ કર્યો હતો કે રજીસ્ટાર જતીન સોનીને છાવરવા કુલપતીના ઈછારે અમને તપાસ સમીતી સમક્ષ રજુઆત કરવા પોલીસે જવા ન દીધા હતા. લોકશાહીમા વિદ્યાર્થી સંગઠનને રજુઆત કરવાનો અધિકાર પણ ના મળતો હોય એ ખુબ જ શરમજનક બાબત છે. જેને લઈને NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતની આગેવાનીમા કુલપતીને ઉગ્ર પારદર્શક તપાસની રજુઆત કરી રજીસ્ટાર જતીન સોનીને તમામ પદ પરથી તાત્કાલિક દુર કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud