WatchGujarat. આમ તો કોઈપણ પ્રકારનો માનસિક રોગ  પુરુષ કે સ્ત્રી કોઈને પણ થઈ શકે છે, છતાં પણ એવા કેટલાક માનસિક રોગ છે કે જે સામાન્ય રીતે સ્ત્રીઓને વધારે થતા હોય છે અથવા તો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. જેની માટે ઘણા કારણો જવાબદાર હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનમાં બીજી લહેરમાં આવેલ ફોન, રૂબરૂ કાઉન્સેલિંગ અને મુલાકાત થકી 2610 મહિલાઓના પ્રશ્નો તેમજ સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ કરેલા આ વિશ્લેષણમાં માલુમ પડ્યું છે કે મહામારીમાં સ્ત્રીઓ માનસિક રીતે ખુબ જ પીડાય છે. તેમાં પણ 36 ટકા સ્ત્રીઓમાં સેક્સ માટેની અનિચ્છા જોવા મળી હતી.

(1) 36% સ્ત્રીઓને મનોજાતીય રોગ :-

– સેક્સ માટેની અનિચ્છા

– શારીરિક સબંધ દરમિયાન પરાકાષ્ઠાનો અનુભવ ન થવો

– શારીરિક સબંધ દરમિયાન અસહ્ય દુખાવો

– સફેદ પાણીનો સ્ત્રાવ થવો જેથી સતત તણાવ

(2) 45% સ્ત્રીઓને એનોરેકસિયા નર્વોસા :-

આધુનિક સમયમાં ફેશન માટે લોકો પાતળું શરીર રાખવા માટે ભૂખ હોવા છતાં જમતા નથી.

– વજન ઘટાડવાની ઘેલછા

– ડાયટિંગ કરવું

– વજન ન વધે તે માટે દવાનો ઉપયોગ કરવો

– પેટને લગતી સતત તકલીફો કે સમસ્યાઓ

– વધુ પડતી કસરતો કરવી

– સાયકલિંગ કરવું

– વર્તનમાં ફેરફારો થવા

– એકલતા પણાનો ભાવ જોવા મળવો

– હતાશા અને બેચેની

(3) 26.10% સ્ત્રીઓને  ચિંતા રોગ :-

વાસ્તવિક સમય સાથે ચિંતા થવી સામાન્ય છે. પરંતુ આ જ ચિંતા અકારણ હોય અને વધુ લાંબાગાળા સતત ચાલે તો તેને એક પ્રકારનો માનસિક રોગ કહેવાય છે. જેમાં…

– અચાનક ગભરામણ થવા લાગવી

– છાતિના ધબકારામાં વધઘટ થવી

– જીવ મુંજાવવો

– માથું દુઃખવું કે ચક્કર આવવા

– પરસેવો વળવો

– ધ્રુજારી થવી

– હમણાં હું મરી જઈશ એવા વિચારો આવવા

– ક્યાય ગમે નહિ

(4) 27% સ્ત્રીઓને સાયકો સોમેટિક રોગ :-

– લાંબા સમયનો મગજનો કે માથાનો દુખાવો

-બળતરા થવી

– શરીર કે કમરનો દુખાવો

– એસીડીટી

– અલ્સર

– સ્થૂળતા

(5) 17.10% સ્ત્રીઓને  આત્મહત્યાંના વિચાર  :-

સામાન્ય રીતે પુરુષો કરતા સ્ત્રીઓમાં આત્મહત્યા કરવાનાં પ્રયાસો વધુ જોવા મળે છે પણ પુરુષો વધારે સફળ નીવડે છે.

આમ જોઈએ તો ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા મેનિયા જેવી બીમારીમાં દર્દી આત્મહત્યાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ સ્ત્રીઓમાં કેટલાક કારણો જવાબદાર હોય છે. જેમ કે….

– દુઃખી લગ્નજીવન

– અનિચ્છાથી ગર્ભવતી

– દારૂડિયો પતિ

– અપૂરતો કૌટુંબિક પ્રેમ

-આર્થિક કે સામાજિક બાબતો

– વાંજીયાપણું

– અપૂરતી જરૂરિયાત

– ચિંતા, હતાશા, ટેંશન

(6) પોસ્ટ પાર્ટમ સાયકોસીસ – 18% સ્ત્રીઓમાં પ્રસુતિ પછી આ પ્રકારની બીમારી જોવા મળી.. 108 જેટલી સ્ત્રીઓમાંથી 18%  સ્ત્રીઓ  પ્રસુતિ પછી આ રોગનો ભોગ  બની છે.

– અનિન્દ્રા

– ગભરાટ

– ડર, ચીડિયાપણું, ભય

– શંકાશીલ વિચારો

– બાળકનો અસ્વીકાર

– ક્યારેક રડવું ક્યારેક હસવું

– ક્યારેક આત્મહત્યાના વિચારો

– બધાને મારી નાખવાના વિચારો

સામાન્ય રીતે પ્રસુતિ પછી થોડા દિવસો પછી આ બીમારીની શરૂઆત થતી હોય છે. પ્રસુતિ પછી હોર્મોન્સની વધઘટ, વણજોઈતું બાળક, લગ્ન જીવનનો ક્લેશ, માતૃત્વની અપરિપકવતા, વ્યક્તિગત કે સામાજિક જેવા કારણો પણ જવાબદાર હોય છે.

(7) 13% સ્ત્રીઓને  હીસ્ટેરિયા :-

– ઘણીવાર અચાનક પડી જવું

-હાથપગ અક્ક્ડ થઈ જવા

– ઘણીવાર  હાથપગ ખોટા પડી જવા

-દાંત પડી જવા

– ઊંડા શ્વાસ લેવા

– બેભાન થઈ જવું

– બોલવામાં ભાન ન રહેવું

– ક્યારેક સતત બોલ બોલ કરવું

આ દર્દીઓમાં તેના મનની સુષુપ્ત અપરિપૂર્ણ ઈચ્છઓ આવી બીમારીના રૂપમાં બહાર આવતી હોય છે. ઘણીવાર વ્યક્તિનો સ્વભાવ, કૌટુંબિક સબંધો અને સહન શક્તિ ઉપર પણ આ બીમારી થવાનો આધાર રહે છે.

(8) પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને બ્લ્યુઝ 6.30 %  :-

108 સ્ત્રીઓમાંથી પ્રસુતિ પછી અમુક સ્ત્રીઓને ગંભીર હુમલાઓ આવ્યા  છે. પરંતુ કેટલીક સ્ત્રીઓને સાધારણ ડિપ્રેશન કે બ્લ્યુઝ પણ થયા  છે.

– અનિન્દ્રા

-ઉદાસી

– હતાશા

-કારણ વિનાનો ભય

-બાળક પ્રત્યેની વિરોધાભાસી લાગણી, ચિંતા, થાક જેવા ઘણા લક્ષણો જોવા મળે છે.

(9) 14.40% સ્ત્રીઓને  ડિપ્રેશન :-

– માથાનો દુખાવો

– ઊંઘ ન આવવી

– બેચેની થવી

– ઉદાસીભર્યું જીવન જીવવું

– નિરસ જીવન

– નિરાશા

– ખિન્નતા / રૂંધામણ

– રોતલપણું / નબળાઈ

– અનિદ્રા / અજંપો

– આપઘાત ના વિચારો તથા પ્રયાસો

– રઘવાટ / અપચો

– માથામાં બળતરા

– કંટાળો આવવો

– વાત કરવાનું કે કામ કરવાનું મન ન થવું

– રડવું આવવું

– સૂનમૂન થઈ જવું

– રોજની પ્રવૃત્તિમાંથી રસ ઓછો થઇ જવો

– સમજણ શક્તિ ઓછી થઇ જવી

– ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું

– આત્મવિશ્વાસ ઓછો થઇ જવો

– નકારાત્મક વિચારો આવવા

મોટાભાગે ડિપ્રેશનનું પ્રમાણ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

(10) 9% સ્ત્રીઓને મેનિયા અને ગંભીર માનસિક બીમારી :-

– પાગલપન

– માનસિક અસ્થિરતા

– મનોવિચ્છિન્નતા

– ચિત ભ્રાંતિ

– અસંગત બોલવું

– કારણ વગર બોલબોલ કરવું

– બબડવું

– વિના કારણ હસવું કે રડવું

– બીક લાગવી

– શંકા – કુશંકા ઓ થવી

– ગુસ્સો – તોફાન કરવું

– કાન માં ભણકારા થવા

– પોતાની ચોખ્ખાઈ પ્રત્યે વધુ પડતી બેદરકારી

– એકાંત માં રેહવું

– તાકી ને જોયા કરવું વગેરે

– અસાધારણ વર્તન

– ખોટા વહેમો કે શંકા થવી

– ખોટો ભ્રમ ઉત્પન્ન થવો

– અહિંસાભર્યું વર્તન

– આત્મહત્યાના વિચારો

– પતિ પત્નીના ચારિત્ર્યની શંકા કરવી

– ગમે તેમ વર્તન કરવું

# મેનિયા જેવી બીમારીમાં :-

– વધુ પડતો ઉત્સાહ

– ધાર્મિક બાબાતોમાં વધુ પડતો રસ લેવો

– એકરાણ પૈસાનો ખર્ચ કરવો

– મહાનતાના વ્યમોહમાં જીવવું

અનિંદ્રા

– અતિ આનંદિત રહેવું

– પોતાને મહાન ગણવું

– ગજા બહાર નો ખર્ચ

– તીવ્ર ઉશ્કેરાટ

– વધુ પડતી ધમાલ

– હિંસાત્મક વૃતિ

(11) 27% સ્ત્રીઓમાં અનિવાર્યક્રિયા દબાણ :-ધૂન રોગ (Obsessive Compulsive Disorder)

– એકની એક ક્રિયા વારંવાર કરવી

– સતત ખોટા અને અર્થવિહીન વિચારો કરવા

– એકની એક વાત વાગોળ્યા કરવી.

– સતત ચિંતા અને ભય સતાવવો

-અનિવાર્ય વિચારો નું ઉદભવવું અને કર્તવ્ય દબાણ

– એક ની એક પ્રવૃત્તિ વારંવાર કરવી

– વારંવાર હાથ ધોવા, પાણી નો બગાડ

– વારંવાર તાળું ચેક કરવું

– મને કોઈ બિમારી થઈ છે

-(HIV-AIDS) તેવો ડર રહેવો

– વધારે પડતું સફાઈ કાર્ય કરવું

(12) 13% સ્ત્રીઓમાં ડર રોગ (phobia)

 – કારણ વગર ડર લાગવો.

– તણાવ

– ઉચાઈ નો ભય

– બંધ જગ્યાનો ભય

– પાણીનો ભય

– અંધારાનો ભય

– લોકોની ભીડથી માનસિક તનાવ અનુભવો.

(13) 27% સ્ત્રીઓમા  અતિશય ચિંતા (Anxiety Disorder)

– હૃદય ના ધબકારા વધવા

– નર્વસ થઈ જવું

– ગભરામણ થવી

– છાતી માં ધબકારા વધી જવા

– પરસેવો વળી જવો

– ખાલી ચઢવી

– શરીર ઠંડુ પડી જવું

– લો બી.પી. જેવું લાગવું

– કંઈક અજુગતુ બની જશે તેવો ભય લાગવો

– શ્વાસ રૂંધાવો , છાતી માં દુઃખાવો

– હૃદય બંધ પડી જશે તેવી બીક

– એટેક આવશે તેવો ભય

– મ્હોં સુકાવું

– વધુ પડતું પાણી પીવું

– વારંવાર પેશાબ કરવા જવું વગેરે

(14) 4.50% સ્ત્રીઓમાં પ્રસુતિ બાદની માનસિક બિમારી (Post Partum Psychosis)

– સુવાવડ

– પ્રસુતિ બાદ થતું પાગલપન

– બેચેની

(15) 25.20% સ્ત્રીઓમાં  સેકસ રોગ (Sex Problems)

– સંભોગની અનિચ્છા

– નપૂંસકતા

– શીઘ્રપતન

– સંભોગ વખતે જાતીય અંગો નો દુઃખાવો

– સ્વપ્ન દોષ

– સફેદ સ્ત્રાવ

– શારીરિક નબળાઈ

– મનોજાતીય વિકૃતિ

– સેકસની અતિ ઈચ્છા.

આ પ્રકારના માનસિક રોગ માટે જવાબદાર કારણો :-

– મગજની રાસાયણિક પ્રક્રિયામા વધઘટ થવું

– પોતાનું વ્યક્તિત્વ

– વધુ પડતી મહત્વકાંક્ષા અને અપેક્ષાઓ

– મોર્ડન જીવનશૈલી

– ખાણીપીણી

– ટેક્નોલોજીકલ સાધનનો વધુ પડતો ઉપયોગ

– બાળ ઉછેર

– કૌટુંબિક સબંધો કે વારસાગત કારણો પણ હોય શકે.

આ સિવાય સ્ત્રીઓમાં ચોક્કસ કારણો જવાબદાર હોય છે. જેમ કે…

– ગર્ભાવાસ્થા

– માસિક સ્ત્રાવ

– હોર્મોન્સની વધઘટ

– નાનપણથી થતા લગ્નો અને તેની જવાબદારી

– પારિવારિક સમસ્યાઓ

– પતિ પત્ની વચ્ચેના અણબનાવ સબંધો

ઉલ્લેખનીય છે કે આ વિકૃતિ કે રોગમાં વ્યક્તિ જાણતો હોવા છતાં લક્ષણોને દૂર કરી શકતો નથી. જો કે તેના માટે કેટલીક થેરાપી છે. જેમ કે, બિહેવિયર થેરાપી, ટોકિંગ ક્યોર, કોગનીટિવ થેરાપી ( નિષેધક વલણને બદલવાની પદ્ધતિ તેમજ ગમતું કાર્ય કરાવવું સહિતની થેરાપી દ્વારા આ પ્રકારના દર્દીઓનો ઉપચાર કરી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud