• પરીક્ષા પહેલા ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ ડર, માનસિક તણાવ, ગભરાટ સહિતનાં જુદા-જુદા ફોબિયા જોવા મળે છે
  • વિદ્યાર્થીઓના આ એક્ઝામ ફોબિયાનું કાઉન્સેલિંગ કરાશે

WatchGujarat આગામી દિવસોમાં ધોરણ-10 અને 12 માટે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા પહેલા ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ ડર, માનસિક તણાવ, ગભરાટ સહિતનાં જુદા-જુદા ફોબિયા જોવા મળે છે. વિદ્યાર્થીઓના આ એક્ઝામ ફોબિયાનું કાઉન્સેલિંગ કરવા માટે આગામી દિવસોમાં શહેરમાં જુદા જુદા 10 ઝોનમાં એક-એક એમ કુલ 10 કાઉન્સલિંગ સેન્ટર બનાવવા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં કાયમી ધોરણે સ્યૂસાઈડ પ્રિવેન્શન સેન્ટર શરૂ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિએ સૂચન કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવને તૈયાર કરેલા પુસ્તક લોકડાઉનમાં જીવનનું મનોવિજ્ઞાન – માનસિક સ્વાથ્ય પર મનોમંથનનું વિમોચન કરાયું હતું. આ તકે કુલપતિએ બોર્ડનાં વિદ્યાર્થીઓનાં એક્ઝામ ફોબિયા માટે કાઉન્સલિંગ અને મનોવિજ્ઞાન ભવનમાં કાયમી સ્યૂસાઈડ પ્રિવેન્શન સેન્ટર શરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જેમાં બોર્ડની પરીક્ષામાં બેસનાર કે ફેઈલ થનાર વિદ્યાર્થીને આત્મહત્યા જેવા અપરાધથી પ્રેરાતા બચાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે.

કુલપતિનાં જણાવ્યા મુજબ, બોર્ડની પરીક્ષાને લઈને એક્ઝામ ફોબિયાથી પીડાતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે 1 એપ્રિલથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કેટલાક શિક્ષકોને કાઉન્સલિંગ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. બાદમાં આ શિક્ષકો શહેરનાં જુદા જુદા 10 ઝોનનાં કાઉન્સલિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનું પણ નિરાકરણ કરશે. શિક્ષકોની સાથે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો તેમજ પીએચડીના વિદ્યાર્થીઓ અને જરૂર પડ્યે નિષ્ણાંત મનોવૈજ્ઞાનિકની પણ મદદ લેવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud