• અમીન માર્ગ સ્થિત વેક્સિનેશન કેન્દ્ર ખુલતા પહેલા એટલે વહેલી સવારથી લોકો લાઇનમાં વેક્સિન લેવા માટે ઉભા રહી ગયા
  • અવ્યવસ્થાના કારણે કેન્દ્ર પરના કર્મચારી અને લોકો વચ્ચે બોલાચાલી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી
  • યુવતીએ મ્યુ. કમિશ્નરને તમામ જગ્યા પર પુરતી વ્યવસ્થા અને મેનેજમેન્ટ વધુ સારું બનાવવાની અપીલ પણ કરી

WatchGujarat. આગામી તારીખ 31 સુધીમાં વેપારીઓને રસીનો પ્રથમ ડોઝ લઇ લેવા અંતિમ મુદત અપાય છે. જેને લઈ મહાનગરપાલિકા દ્વારા પણ આજે 31 કેન્દ્ર પર વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું છે. છતાં વેક્સિનેશન કેન્દ્રો પર વેપારીઓની સાથે સામાન્ય જનતા પણ આવી જતા અવ્યવસ્થા સર્જાઇ હતી. દરમિયાન ભારે હોબાળો થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસ આવ્યા બાદ ટોકન આપી લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવતા મામલો થાળે પડ્યો છે.

રાજકોટના અમીન માર્ગ સ્થિત વેક્સિનેશન કેન્દ્ર ખુલતા પહેલા એટલે વહેલી સવારથી લોકો લાઇનમાં વેક્સિન લેવા માટે ઉભા રહી ગયા હતા. બાદમાં ટોકન આપવા સમયે અવ્યવસ્થાના કારણે કેન્દ્ર પરના કર્મચારી અને લોકો વચ્ચે બોલાચાલી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બાદમાં પોલીસ આવી લોકોને ટોકન આપી તમામ લોકોને નંબર મુજબ લાઇનમાં ઉભા રાખી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે આ તકે વેપારીઓ કરતા પણ વધુ માત્રામાં સામાન્ય લોકો જ વેક્સિન લેવા પહોંચી ગયા હતા.

વેક્સિન લેવા માટે આવેલી ધૂન જોશીએ કહ્યું હતું કે, વેક્સિનેશન કેન્દ્ર પર ખૂબ જ અવ્યવસ્થા છે. પોલીસ બોલાવવી પડી છે. ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝ માટે ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન લાઇન અલગ હોવી જોઈએ. અહીંયા આવી કોઈ વ્યવસ્થા નથી માટે બાબલો થઇ રહી છે અને પોલીસ બોલાવવાની ફરજ પડી છે. આ યુવતીએ મ્યુ. કમિશ્નરને તમામ જગ્યા પર પુરતી વ્યવસ્થા અને મેનેજમેન્ટ વધુ સારું બનાવવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે,  હાલ રાજકોટ શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન અંતર્ગત વેપારીઓ માટે શહેરમાં 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ આજ સુધીમાં રસી લઈ લેવાની રહેશે છે, અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહીં. ત્યારે નાનામવા આરોગ્ય કેન્દ્ર પર પણ લોકો ઉમટી પડતા નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ દોડી ગયા હતા. દરેક વ્યક્તિના આધાર પુરાવા ચકાસ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud