• કોરોનાની બીજી વેવ પર નિયંત્રણ બાદ રક્ષાબંધનનો તહેવારની ઉજવણી થાય તેવી શક્યતા
  • રાજકોટ સહિત રાજ્યભરમાં આ વખતે મોદી-રૂપાણી સાથે વેકસીનની તસવીર વાળી રાખડીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું હોય આવી રાખડીઓ ધૂમ મચાવશે
  • કોરોના કાળમાં લોકો વેકસીન અને માસ્ક માટે વધુમાં વધુ જાગૃત થાય એ માટે પોતે રાખડીમાં તેનો સમાવેશ કર્યો – હીનુલબેન
  • રાજકોટનાં લોકો અને વેપારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકસીન રાખડીનાં નવા કન્સેપ્ટને વધાવી લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો

કુલીન પારેખ. કોરોના કાળ વચ્ચે જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. જેને અંતર્ગત હાલ રાખડીઓ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં ચાલુ વર્ષે રક્ષાબંધનમાં રાખડી સાથે વેકસીનની સુરક્ષા જોવા મળશે. રાખડીમાં પણ માસ્ક તેમજ વેકસીન જોવા મળી રહ્યા છે. તેમાં પણ મોદી-રૂપાણી સાથે વેકસીનની તસવીર વાળી રાખડીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું હોય આવી રાખડીઓ ધૂમ મચાવશે. ઉપરાંત કાઠિયાવડની ઓળખ એવા ફાફડા-જલેબી તેમજ કાર સહિતની ઇમેજો ધરાવતી રાખડીઓ પણ ચાલુ વર્ષે બજારમાં જોવા મળશે.

શહેરનાં એરપોર્ટ રોડ વિસ્તારમાં છેલ્લા ચારેક વર્ષથી અવનવી રાખડીઓ બનાવી વેપારીઓને પહોંચાડતા હીનુલ જીજ્ઞેશભાઈ રામાનુજ કહે છે કે, રક્ષાબંધનને લઈને રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં દરવર્ષની જેમાં આ વખતે પણ હું એક નવો કન્સેપ્ટ લાવી છું. રક્ષાબંધનનાં તહેવારમાં બહેન ભાઈને રક્ષાનાં પ્રતીક રૂપે રાખડી બાંધે છે. અને હાલ કોરોના કાળમાં વેકસીન પણ એક સુરક્ષાનું પ્રતીક છે. ત્યારે આ બંનેનો સમન્વય કરી રાખડી બનાવી છે. અને લોકોને ‘વેકસીન લો અને સુરક્ષિત રહો’ નો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વેકસીન રાખડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીનાં ફોટા સાથે વેકસીનની નાની બોટલ મુકવામાં આવી છે. સાથે જ લોકોને વેકસીન લેવા માટે પ્રેરણા મળે તેવા જુદા-જુદા મેસેજ પણ આ રાખડીઓ ઉપર લખવામાં આવ્યા છે. જો કે ખરેખર વેકસીન તો બુથ પર જઈને જ લઈ શકાશે, પણ રાખડી દ્વારા આ માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ સૌકોઈને વેકસીન લઈ દેશને કોરોનામુક્ત બનાવવાની અપીલ પણ તેમણે કરી હતી.

કોરોના કાળમાં લોકો વેકસીન અને માસ્ક માટે વધુમાં વધુ જાગૃત થાય એ માટે પોતે રાખડીમાં તેનો સમાવેશ કર્યો હોવાનું હીનુલબેને જણાવ્યું છે. સાથે જ પોતાના આ કાર્યમાં પતિ સહિત પરિવારજનો દ્વારા પુરી મદદ કરવામાં આવતી હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમજ રાજકોટનાં લોકો અને વેપારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકસીન રાખડીનાં નવા કન્સેપ્ટને વધાવી લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud