• રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના છાત્રો આજે લોધીકાના ખિરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા કારમાં બેસીને ગયા
  • પરત ફરતી વેળાએ બાલાજી વેફર્સ નજીક વાજડી પાસે અચાનક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ
  • જેમાં કારમાં બેઠેલા 5 પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા
  • ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી જતા બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી

WatchGujarat. શહેરનાં કાલાવડ રોડ પર બાલાજી વેફર્સ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં મેડિકલનો અભ્યાસ કરતા છાત્રો કારમાં જઈ રહ્યા હતા. ત્યારે જ ધડાકાભેર એસટી બસ સાથે અથડાતા તેમની કારનો બુકડો બોલી ગયો હતો. અને કાર ચાલક સહિતનાનાં મૃતદેહો ખરાબ રીતે ફંસાઈ જતા મૃતદેહો બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. કારમાં સવાર 5 પૈકી 3 છાત્રોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે છાત્રોને સારવાર માટે ખસેડાયા હતા. તેમાંથી પણ વધુ એક છાત્રનું મોત નિપજતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની જાણવા મળતી વિગતો અનુસાર, રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના છાત્રો આજે લોધીકાના ખિરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા કારમાં બેસીને ગયા હતાં. ત્યાંથી બપોરે પરત ફરી રહ્યા હતાં ત્યારે બાલાજી વેફર્સ નજીક વાજડી પાસે અચાનક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી. અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં કારમાં બેઠેલા 5 પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકો પૈકી નિશાંત, આદર્શ તથા ફોરમ અને સીમરન રાજકોટના વતની હતાં. જોકે કૃપાલી ભાવનગરની વાતની છે. અને હાલ તેની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને લઈ એસટી બસમાં બેઠેલા યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે.  ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી. જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવને પગલે અકસ્માતે સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. બસમાં કાર ફસાઇ ગઇ હોઇ ક્રેઇનથી છુટી પાડવી પડી હતી. બે યુવાનના મૃતદેહ પણ અંદર ફસાઇ ગયા હતાં. જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ભયાનક અકસ્માતમાં કારનો બુકડો, ચાલકનાં ટુકડા થયાની ચર્ચા

રાજકોટ કાલાવડ રોડ વાજડી ગામે એક કાર ડિવાઈડર સાથે અથડાઇને સામેના રસ્તા પર પલટી ખાતા તે રસ્તે આવી રહેલી રાજકોટ કાલાવડ રૂટની એસ.ટી.બસ સાથે કાર ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો. અને કારમાં સવાર હોમીયોપેથીના ચાર વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં પણ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud